Ahmedabad News/ અમદાવાદ મ્યુનિ.માં કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ: વિપક્ષના નેતા પદ માટે શહેજાદખાન vs નીરવ બક્ષી

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ કોંગ્રેસ (Congress)માં આંતરિક રાજકારણ તેજ થયું છે. વિપક્ષના નેતા પદ માટે શહેજાદખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
AMCમાં Congressમાં આંતરિક યુદ્ધ, કોણ બનશે વિપક્ષનો નેતા?

Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપે (BJP) ભવ્ય જીત મેળવી કોંગ્રેસ (Congress)ને ભારે ઝટકો આપ્યો છે. કુલ 192 બેઠકોમાંથી ભાજપે 160 બેઠકો કબજે કરી લીધી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 32 બેઠકો સુધી સીમિત રહી છે. પરિણામે શહેરના રાજકારણમાં ભાજપ (BJP)નું પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે.

Congressમાં આંતરિક યુદ્ધ!

તેમ છતાં, કોંગ્રેસ માટે સૌથી મોટી ચિંતા માત્ર હાર નથી, પરંતુ પક્ષની અંદર ઉભી થયેલી આંતરિક ગતિવિધિઓ છે. ચૂંટણી (Election) પરિણામો બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વિપક્ષના નેતા પદ માટે જોરદાર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરોમાં 18 મુસ્લિમ અને 14 હિન્દુ સભ્યો વચ્ચે નેતૃત્વ માટે લોબિંગ તેજ બની રહ્યું છે.

શહેરના કેટલાક વિસ્તારો જેમ કે ગોમતીપુર, મક્તમપુરા, દાણીલીમડા, બહેરામપુરા અને દરિયાપુરમાં કોંગ્રેસે પોતાની પરંપરાગત વોટબેંક જાળવી રાખવામાં સફળતા મેળવી છે. છતાં, સમગ્ર શહેરમાં ભાજપ સામે કોંગ્રેસને મજબૂત પડકાર આપવામાં નિષ્ફળતા મળી છે.

Shahzad Khan Pathan
Shahzad Khan Pathan

હાલમાં, વિપક્ષના નેતા પદ માટે મુખ્ય મુકાબલો પૂર્વ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ (Shahzad Khan Pathan) અને ઉપનેતા નીરવ બક્ષી વચ્ચે જોવા મળી રહ્યો છે. બંને નેતાઓ માટે અલગ-અલગ જૂથો દ્વારા જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે. એક તરફ નીરવ બક્ષી (Nirav Bakshi)ને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) અને ગ્યાસુદ્દીન શેખનું સમર્થન મળી રહ્યું છે, જ્યારે બીજી તરફ શહેજાદખાન પઠાણને શૈલેષ પરમાર સહિતના નેતાઓનો ટેકો છે.

Nirav Bakshi
Nirav Bakshi

વિપક્ષના નેતા પદને મહાનગરપાલિકામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પછી આ પદને શક્તિશાળી ગણવામાં આવે છે. તેથી જ આ પદ માટે પાર્ટીમાં આંતરિક સ્પર્ધા તીવ્ર બની છે.

ગત ટર્મમાં પણ આ જ બંને નેતાઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, જેના પરિણામે પક્ષમાં વિખવાદ ઊભો થયો હતો. તે વખતે કેટલાક કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા બાદ અંતે સમાધાન કરાયું હતું. હાલ ફરી એ જ સ્થિતિ ઉભી થતાં કોંગ્રેસ માટે સંગઠન એકતા જાળવવું પડકારરૂપ બની શકે છે.


આ પણ વાંચો:AMCની મોટી જાહેરાત: એડવાન્સ ટેક્સ પર 15% સુધી રાહત, 9 એપ્રિલથી સ્કીમ શરૂ

આ પણ વાંચો:અમદાવાદ AMC માં ભાજપનો દબદબો, 11 વોર્ડમાં આખી પેનલનો વિજય

આ પણ વાંચો:અમદાવાદનો નવો મેયર કોણ? AMCમાં સત્તાના ટોચના પદ માટે દોડ તેજ