Gujarat News/ Captain Smit Machhar: 25 લાખનું ઈનામ, ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેપ્ટન સ્મિત મચ્છર (Captain Smit Machhar)ના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે

Top Stories Gujarat
ફ્લાયદુબઈની ફ્લાઈટમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં અદમ્ય હિંમત અને સૂઝબૂઝ બતાવીને મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર (Captain Smit Machhar)નું ગુજરાત સરકાર સન્માન કરશે

Gujarat News : ફ્લાયદુબઈની ફ્લાઈટ (Flydubai Pilot)માં સર્જાયેલી ગંભીર ઘટનામાં અદમ્ય હિંમત અને સૂઝબૂઝ બતાવીને મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર (Captain Smit Machhar)નું ગુજરાત સરકાર સન્માન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવતા 25 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ (Gujarat Garima Award)થી સન્માનિત કરવામાં આવશે.

25 લાખનું ઈનામ અને ગુજરાત ગરિમા એવોર્ડ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કેપ્ટન સ્મિત મચ્છરની હિંમતની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં બનેલી ગંભીર ઘટનામાં હુમલામાં ઘાયલ થવા છતાં પાઈલટે પોતાની ફરજ નિભાવી અને 174 મુસાફરોના જીવ બચાવ્યા.

રાજ્ય સરકાર દ્વારા કેપ્ટન સ્મિત મચ્છર (Captain Smit Machhar)ના અસાધારણ સાહસને સન્માનિત કરવા માટે ગુજરાત ગરિમા એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ સરકાર તરફથી તેમને 25 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે.

PM મોદીએ પણ પરિવાર સાથે વાત કરી

કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિત મચ્છરના પરિવાર સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમના પરિવારજનો સાથે ઘટના અંગે વાત કરી અને કેપ્ટનની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેપ્ટન સ્મિત મચ્છર (Captain Smit Machhar)ના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. હાલમાં કેપ્ટન સ્મિત મચ્છરની સાઉદી અરેબિયામાં સારવાર ચાલી રહી છે.

સાવરકુંડલા સાથે ખાસ કનેક્શન

કેપ્ટન સ્મિત મચ્છરનું અમરેલી જિલ્લાના સાવરકુંડલા સાથે પણ ખાસ જોડાણ સામે આવ્યું છે. તેમના સસરાનું ગામ સાવરકુંડલા હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેમનો પરિવાર લાંબા સમયથી મુંબઈના ઘાટકોપરમાં રહે છે.

ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શરૂઆતમાં ચિંતા ફેલાઈ હતી. જોકે મુશ્કેલ પરિસ્થિતિમાં સ્મિત મચ્છરે બતાવેલી હિંમતને લઈને પરિવારજનોમાં ગૌરવની લાગણી છે.

સાવરકુંડલામાં પણ બહાદુરીની ચર્ચા

કેપ્ટન સ્મિત મચ્છર(Captain Smit Machhar) ની બહાદુરીને લઈને સાવરકુંડલા અને અમરેલી જિલ્લામાં પણ ગૌરવની લાગણી જોવા મળી રહી છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ તેમની હિંમતની પ્રશંસા કરી છે.

કેપ્ટન સ્મિત મચ્છરે મુશ્કેલ પરિસ્થિતિમાં જે રીતે જવાબદારી નિભાવી તે ઘટનાને લઈને ગુજરાતમાં તેમની બહાદુરીની ચર્ચા થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા 25 લાખ રૂપિયાનું ઈનામ અને ગુજરાત ગરિમા એવોર્ડ (Gujarat Garima Award)ની જાહેરાત બાદ તેમના સન્માનને લઈને પણ ઉત્સુકતા વધી છે.


આ પણ વાંચો : અમેરિકામાં એર શો દરમિયાન ફાઇટર જેટ અથડાયા, ચારેય પાઇલટનો આબાદ બચાવ

આ પણ વાંચો : પુલ પર હુમલા પછી ભડક્યું ઈરાન! અમેરિકાનું F-35 જેટ પાડી દીધાનો દાવો, પાયલટ કેદમાં?

આ પણ વાંચો : આ પણ વાંચો :અમરેલીમાં પ્લેન એરપોર્ટ પરથી ઉતર્યુ, પાયલોટનો આબાદ બચાવ