Patan News/ પાટણમાં રૂ.2.58 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 3 શખ્સ સામે ગુનો

Patan Cyber Fraud: પાટણમાં સાયબર ફ્રોડનું મોટું કનેક્શન સામે આવ્યું છે. કમિશનના બદલામાં બેંક ખાતા આપ્યાના આરોપસર 3 શખ્સ સામે ગુનો નોંધાયો, 27 ફરિયાદો સામે આવી.

Gujarat Top Stories Others
Patan Cyber Fraud: 2.58 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ

Patan News: પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલા એક મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. પોલીસ ફરિયાદ મુજબ, સાયબર ફ્રોડ (Patan Cyber Fraud) કરતી ગેંગને કમિશનના બદલામાં પોતાના બેંક ખાતા અને બેંક કિટ ઉપલબ્ધ કરાવનારા ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં આ ખાતાઓ મારફતે કુલ રૂ.2,58,08,769.48ના (2.58 Crore Fraud) અનધિકૃત ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે.

Patan Cyber Fraud: કમિશનના બદલામાં બેંક ખાતા આપ્યાનો આરોપ

સાયબર ક્રાઇમ પોલીસ (Patan Cyber Crime) સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધવલની ફરિયાદના આધારે વાંણા ગામના બચુજી નાગરાજી ઠાકોર, પાટણની ગીતાજલી સોસાયટીના પાર્થપુરી પ્રવિણપુરી ગૌસ્વામી અને મહાદેવનગર સોસાયટીના આત્મારામ અમૃતભાઈ નાઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાના નામે ખોલાવેલા વિવિધ બેંક ખાતા (Bank Account Fraud) તેમજ સંબંધિત બેંક કિટ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા અન્ય લોકોને ઉપયોગ માટે આપી હતી. તેના બદલામાં તેઓ કમિશન મેળવતા હોવાનો આરોપ છે.

ત્રણ બેંક ખાતામાંથી રૂ.2.58 કરોડથી વધુના વ્યવહાર

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર, 2 એપ્રિલ 2025થી 28 જુલાઈ 2026 દરમિયાન આ ત્રણ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને ઓનલાઈન છેતરપિંડી (Online Fraud Patan) સંબંધિત કુલ રૂ.2,58,08,769.48ના અનધિકૃત ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ રકમના વ્યવહારોને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

NCCRP પર 27 ફરિયાદો મળી

પોલીસ તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે. ત્રણેય બેંક ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર આશરે 27 ફરિયાદો નોંધાયેલી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસ હવે આ ખાતાઓનો ઉપયોગ કઈ રીતે અને કયા સાયબર ફ્રોડમાં થયો હતો તેની તપાસ કરી રહી છે.

સાયબર ગેંગ સાથે કનેક્શનની તપાસ

પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાના બેંક ખાતા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા મળતિયાઓને આપ્યા હતા. હવે પોલીસ આ ખાતાઓમાં થયેલા વ્યવહારો, રકમ ક્યાંથી આવી અને ક્યાં ટ્રાન્સફર થઈ, તેમજ આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંકળાયેલું છે તેની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી

આ પણ વાંચો: OTP વગર જ નિવૃત્ત શિક્ષકના SBI ખાતામાંથી રૂપિયા 1.85 લાખ ઉપડી ગયા, કડીમાં સાયબર ફ્રોડની ફરિયાદ

આ પણ વાંચો: એક APK અને આખો ફોન જોખમમાં! MHAની ચેતવણી, પોર્ન એપના નામે સાયબર ફ્રોડથી બચો