Vadodara News/ “ગમે તે થાય, મતદાન તો કરીશ જ! વડોદરામાં મહિલાને 35 ટાંકા હોવા છતાં વ્હીલચેરમાં બેસી આપ્યો વોટ

Vadodaraના ગોત્રી વિસ્તારમાં હેમાબેન ગાંધી પગમાં ૩૫ ટાંકા હોવા છતાં વ્હીલચેરમાં બેસી મતદાન કરવા પહોંચ્યા હતા. અકસ્માત છતાં તેમની લોકશાહી પ્રત્યેની નિષ્ઠાએ સૌને પ્રેરિત કર્યા છે.

Gujarat Vadodara Trending
Vadodara Municipal Corporation Election 2026

Vadodara Municipal Corporation Election 2026: લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે શારીરિક વેદના પણ અવરોધ બની શકતી નથી, તેનું ઉત્તમ ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં એક મહિલા મતદાર પગમાં ગંભીર ઇજા અને 35 ટાંકા હોવા છતાં વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની આ હિંમત અને જાગૃતિ જોઈને મતદાન મથક પર હાજર સૌ કોઈએ તેમને બિરદાવ્યા હતા.

Vadodara : અકસ્માત પણ મનોબળ ન તોડી શક્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે અનેક બૂથો પર પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ ગોત્રી વિસ્તારના મતદાન મથક પર દ્રશ્યો કંઈક અલગ જ હતા. અહીં હેમાબેન ગાંધી નામના મહિલા વ્હીલચેરમાં બેસીને પોતાનો વોટ આપવા આવ્યા હતા.

હેમાબેને જણાવ્યું હતું કે, “તાજેતરમાં જ મારો અકસ્માત થયો હતો, જેના કારણે પગમાં ગંભીર ઇજા થઈ છે અને 35 ટાંકા આવ્યા છે. ડોક્ટરે આરામની સલાહ આપી છે, તેમ છતાં મેં નક્કી કર્યું હતું કે ગમે તે થાય, હું મતદાન તો કરીશ જ. એટલે જ આજે હું વ્હીલચેરમાં બેસીને અહીં આવી છું.”

સમસ્યાઓના ઉકેલ માટે વોટ આપવો જરૂરી

પોતાના મતાધિકારનું મહત્વ સમજાવતા હેમાબેને વધુમાં ઉમેર્યું કે, શહેરમાં અત્યારે લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે યોગ્ય ઉમેદવારને ચૂંટવો જરૂરી છે. એ જ આશા સાથે તેમણે આજે પોતાનો કિંમતી મત આપ્યો છે.


આ પણ વાંચો:  આણંદના સાંસેજમાં બૂથ નંબર-1 પર ફરજ બજાવતા કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:  જામનગરના ધ્રોલમાં 117 વર્ષની વયે વૃદ્ધાની મતદાન કરી પ્રેરણા

આ પણ વાંચો:  પાટણમાં મતદાન મથકે કરુણાંતિકા, EVMનું બટન દબાવી બહાર નીકળતા જ 60 વર્ષીય વૃદ્ધાને આવ્યો એટેક