રેવા પરિક્રમા/ પોરબંદરની કડછાની આ લેડી સિંઘમ આટલા કિમી ચાલી કર્યું ભ્રમણ..

પોરબંદરના વાસી અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ASI  તરીકે ફરજ બજાવતા ભાવીષાબેન તારાભાઈ કડછાએ 3500 કિમી ચાલીને માં રેવાની પરિક્રમા પૂરી કરી છે. તો આવો જાણીએ આ પરિક્રમા પૂર્ણ કરતા તેમને કેટલો સમય લાગ્યો અને પરિક્રમા દરમિયાન તેમનો કેવો અનુભવ રહ્યો….

Ahmedabad Gujarat
લેડી સિંઘમ

ભારત એ આધ્યત્મ,ધર્મ અને શ્રદ્ધાઓથી ભરેલો દેશ છે‍. ભારતમાં અનેક ધર્મો છે તો સાથે સાથે અહીંયા નદીઓને પણ માતા તરીકે પૂજાય છે.તમે નર્મદા જૂઓ કે મહિસાગર કે પછી ગંગાને જ જોઈ લો..ભારતમાં દરરોજ સાંજે નદીઓની આરતી પણ થાય છે. દેશમાં રોજે-રોજ એંક ભક્તો નદીની પરિક્રમા કરવા માટે જાય છે. ત્યારે આવામાં મૂળ પોરબંદરના વાસી અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા ભાવીષાબેન તારાભાઈ કડછાએ 3500 કિમી ચાલીને માં રેવાની પરિક્રમા પૂરી કરી છે. તો આવો જાણીએ આ પરિક્રમા પૂર્ણ કરતા તેમને કેટલો સમય લાગ્યો અને પરિક્રમા દરમિયાન તેમનો કેવો અનુભવ રહ્યો….

ભાવીષાબેન અને તેમના પતિ ફિલ્મ રેવા જોવા માટે ગયા હતા.તેઓને આ ફિલ્મ એટલી પસંદ આવી કે તેઓએ પણ મનમાં વિચાર્યું કે, તેઓ પણ માં રેવાની પરિક્રમા કરશે. જો કે, ભાવીશાબેન ASI  અધિકારી છે જયારે તેમના પતિ PSI અધિકારી છે. જેથી બંને એક સાથે રજા ન મળ્યા ભાવીશાબેને વિચાર્યું કે તેઓ એકલા જ આ પરિક્રમા માટે જશે… જો કે તેઓને પરિક્રમા વિશે વધારે જાણ ન હતી. તેઓએ પરિક્રમા વિશે વાંચ્યું હતું. જેથી તેઓએ તેમની પરિક્રમા શરૂ કરી. પરિક્રમા શરૂ કરતા પહેલા તેઓએ તેમના મિત્રો અને સગાસંબંધીઓને રેવા પરિક્રમા વિશે પૂછ્યું હતું. તો તેમની સાથે આનંદ તીર્થ નામના એક સગા મારી સાથે આવવા તૈયાર થયા. અમે બંને વડોદરાથી ટ્રેન દ્વારા અમરકંટક પહોંચ્યા અને ઉદગમ સ્થાન નર્મદેશ્વર મંદિર જઈને બધી ઈન્ફર્મેશન લીધી. તેમને એવું જાણવા મળ્યું હતું કે કોઈ પણ પરિક્રમા શરૂ કરતા પહેલા એક પૂજા કરવામાં આવે છે. જેમાં એક સંકલ્પ લેવડાવે કે આ પરિક્રમા અમે ચાલીને પૂર્ણ કરીશું. આ સંકલ્પ પૂરો કરવા નર્મદામૈયા અમને સાથ આપે.

તેઓએ પરિક્રમા શરૂ કરી ત્યારે તેઓએ રસ્તામાં ઘણા લોકો પરિક્રમા કરતા જોવા મળ્યા હતા. તેઓએ તેમને પરિક્રમા વિશે પૂછ્યું અને તેમના અનુભવ અને તેઓની સલાહ લીધે. તેમણે ‘નર્મદા પરિક્રમા’ નામના પુસ્તકનો સંદર્ભ આપ્યો. એમાં પરિક્રમાનો રોડ અને કિનારાનો રૂટ, રસ્તામાં આવતા આશ્રમો, જમવા- રહેવા માટેનાં સ્થાનથી લઈ ઝીણામાં ઝીણી વિગતો હતી. બુક વાંચ્યા પછી ખબર પડી કે પરિક્રમા કઈ રીતે થાય. ત્યાં સુધી કંઈ ખ્યાલ જ નહોતો.

ભાવીષાબેનને પરિક્રમા દરમિયાન જાતેજ ભોજન બનાવતા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ 40 કિમી સુધી ચાલતા હતા જેથી તેમના પગમાં ફોડલીઓ પડી ગઈ હતી. જે બાદ તેઓએ 2 દિવસ સુધી આરામ કરવો પડ્યો હતો જે બાદ તેઓએ આ સમસ્યાનો ફરી સામનો કરવો પડ્યો નથી.  તેઓએ સદા ત્રણ મહિનામાં આ પરિક્રમા પૂર્ણ કરી હતી તેઓએ આ સમય દરમિયાન એક પણ દિવસ ભૂખ્યા કે તરસ્યા રહ્યા નથી. ભાવીષાબેનનું કહેવું છે કે રેવા પરિક્રમા તેમના આત્માની સ્પર્શી છે જેથી ભવિષ્યમાં પણ તેઓ રેવાના કિનારે સ્થાઈ  થશે.

આ પણ વાંચો:ભાજપની ફોર્મ્યુલાઃ ઓનલાઈન ફોર્મ ભરો MLA બનો

આ પણ વાંચો:ડાયમંડ નગરીમાં દિવ્યાંગ સગીરા સાથે યુવકે કર્યું આવું શરમજનક કૃત્ય

આ પણ વાંચો: 1થી પાંચ ડિસેમ્બર વચ્ચે યોજાઈ શકે છે ગુજરાત વિધાનસભા ચૂંટણી