Not Set/ દાહોદ જિલ્લામાં અંધવિશ્વાસમાં દેરાણી જેઠાણીને નગ્ન કરીને દીધા શરીરે ડામ

દાહોદ, દાહોદ જિલ્લાના ટાઢાગોળા ગામે દેરાણી અને જેઠાણીને શરીરે ડામ દીધાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં આ મામલો ચર્ચાને એરણે પહોચ્યો છે. આધુનિક યુગમાં અંધશ્રદ્ધાએ હદ વટાવી હોય તેમ ગુજરાતમાં છાસવારે અંધશ્રદ્ધાની આડ હેઠળ ક્રૂરતા આચરવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના દાહોદ જિલ્લામાં બની છે જેમાં ડાકણ હોવાનો વહેમ રાખીને દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ […]

Top Stories Gujarat Others

દાહોદ,

દાહોદ જિલ્લાના ટાઢાગોળા ગામે દેરાણી અને જેઠાણીને શરીરે ડામ દીધાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં આ મામલો ચર્ચાને એરણે પહોચ્યો છે.

આધુનિક યુગમાં અંધશ્રદ્ધાએ હદ વટાવી હોય તેમ ગુજરાતમાં છાસવારે અંધશ્રદ્ધાની આડ હેઠળ ક્રૂરતા આચરવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના દાહોદ જિલ્લામાં બની છે જેમાં ડાકણ હોવાનો વહેમ રાખીને દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધીને ડામ આપવામાં આવ્યા હતા.

જોકે, આ ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાઓને દાહોલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ઝાડ સાથે બાંધીને બંનેને ગરમ સળિયા, કોસ અને સળગતા લાકડા વડે બંને હાથ-પગ, પેટ ઉપર ડામ ચાંપ્યા હતા. આટલાથી ન ધરાતા લોકોએ બંને મહિલાઓને માર મારીને તેમના હાથપગ પણ ભાંગી નાંખ્યા હતા.

પરિવાર જનોએ ભુવા સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે મહિલા અભયમની સમય સુચકતાથી બંને મહિલાઓને બચાવી લીધી હતી.ત્યારબાદ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પોલીસે મહિલાઓના જવાબ લઇ વધુ તપાસ હાથ ધરી છે.