કહેવાય છે કે, પરિવર્તન સંસારનો નિયમ છે અને હાલ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાર્ટી પરિવર્તનની જાણે હવા ફૂંકાઇ રહી હોય તેવા મોટા રાજકીય ઉતાર-ચઢાવ જોવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા શુભેન્દુ અધિકારીએ સંકેત આપ્યો છે કે, તેમનો આખો પરિવાર જલ્દીથી ભાજપમાં જોડાઇ શકે છે. એક અખબારી અહેવાલ મુજબ ભારતીય જનતા પાર્ટીના નેતા શુભેન્દુ અધિકારીએ મંગળવારે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તેમના પિતા સિસિર અધિકારી અને ભાઈ દિબેંડે અધિકાર ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે. આપમને જણાવી દઈએ કે, 19 ડિસેમ્બરે ભાજપમાં જોડાતા પહેલા શુભેન્દુ અધિકારી બંગાળની મમતા બેનર્જી સરકારમાં મંત્રી હતા.

મંગળવારે, અધિકારીએ ઉત્તર 24 પરગણાના ખારદાહમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તૃણમૂલના સાંસદ અભિષેક બેનર્જીની ટિપ્પણીનો જવાબ પણ તેમણે આપ્યો હતો. અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે, જ્યારે તેઓ તેમના ઘરે કમળ ખિલાવી શકતા નથી, તો તેઓ ભાજપ માટે આખું રાજ્ય જીતવાનો દાવો કેવી રીતે કરી શકે? તેના જવાબમાં શુભેન્દુ અધિકારીએ કહ્યું કે ઘણો સમય થયો છે, રામનવમી હજી ઉજવાઈ નથી અને મારા પરિવારમાં કમળ ખીલશે. હું તમને ખાતરી આપવા માંગુ છું કે, હું જોઈશ કે 30 બી હરીશ ચેટર્જી સ્ટ્રીટ પર તમારા કુટુંબમાં પણ કમળ ખીલશે.

અધિકારીએ આરોપ લગાવતા કહ્યું કે તૃણમૂલ સરકારે કેન્દ્ર સરકારની યોજનાઓના નામ બદલીને રાજ્ય વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. અધિકારીઓ પશ્ચિમ મેદનીપુર જિલ્લાના આ મુફસિલ શહેરમાં રોડ શોનું નેતૃત્વ કર્યા પછી એક વિશાળ રેલીને સંબોધીત કરી રહ્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે તૃણમૂલ પોતાનું નેતૃત્વ ફક્ત કોલકાતા પર કેન્દ્રિત કરે છે અને ગ્રામીણ વિસ્તારોને તેનું પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી, એમ તેમણે ઉમેર્યું હતું કે તૃણમૂલના 21 લોકસભા સાંસદોમાંથી દસ અને મોટાભાગના પ્રધાનો કોલકાતાના છે. ભાજપ નેતાએ કહ્યું કે, ‘હું બેવફા નથી. હું મેદિનીપુરથી આવ્યો છું જે માતંગીની હજીરા, ખુદીરામ બોઝ અને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા દેશભક્તોની ભૂમિ છે. હું એ વારસોનો વંશજ છું. ‘

ખરેખર, શુબેન્દુના પિતા સિસિર અધિકારી અને ભાઈ દિબ્યેન્દુ પૂર્વ મેદનીપુર જિલ્લાના ટીએમસી સાંસદ છે. શુભેન્દુ અધિકારી અને તેના પરિવારે પૂર્વ મિદનાપુરમાં ટીએમસીના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. અધિકારીનો પરિવાર રાજકીય દ્રષ્ટિએ મજબૂત છે અને જિલ્લાની મોટાભાગની વિધાનસભા બેઠકો પર મજબૂત પકડ ધરાવે છે. કાંતી અને તમલુક લોકસભા બેઠકો પર અને આ જિલ્લામાં 2009 થી 78 વર્ષીય સિસિર અધિકારી અને તેના ત્રણ પુત્રોનું જબરદસ્ત નિયંત્રણ છે. સીસીર અધિકારીએ કાંતી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ટીએમસીના સૌથી વરિષ્ઠ લોકસભા સભ્ય છે.

શુભેન્દુ અધિકારીનો ભાઈ દિબ્યેન્દુ તમલુકથી લોકસભાના સભ્ય છે, જ્યારે ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાના એવા સૌમ્યેન્દુ કાંતિ પાલિકાના અધ્યક્ષ હતા, પરંતુ ટીએમસી દ્વારા મંગળવારે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેની જવાબદારી હવે સિદ્ધાર્થ મૈટીને આપવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓએ આરોપ લગાવ્યો છે કે સૌમ્યેન્દુ શહેર પ્રશાસક પદથી ભાજપ માટે કામ કરી રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
