રાજકોટ/ રામાયણની થીમ પર રામવન લઈ રહ્યું છે આકાર, ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ ઝાંખી જોઈ શકાશે

આ રામવનની વિશેષતા એ છે કે ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ અલગ અલગ પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી રહી છે.

Gujarat Rajkot Trending

રામાયણની થીમ પર રાજકોટમાં ‘રામવન’ આકાર લઇ રહ્યું છે જેનું 98 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જે રામવનમાં ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ પ્રસંગોની ઝાંખી મુકવામાં આવી છે. ત્યારે આવો અમે આપને કરાવીએ રામવનની ઝાંખી અમારા આ સ્પેશિયલ રિપોર્ટમાં…

રાજકોટ શહેરીજનોને હરવા ફરવા માટે એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. જી હા રાજકોટમાં પ્રથમ વખત અર્બન ફોરેસ્ટમાં 47 એકરની વિશાળ જગ્યામાં આજીડેમ નજીક કિશાન ગૌશાળા સામે ‘રામવન’ બનાવવામાં આવ્યું છે. આ રામવનની વિશેષતા એ છે કે ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ અલગ અલગ પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી રહી છે. ભગવાન રામને જીવન આધારિત પ્રસંગોના અહીં અલગ અલગ 22 જેટલા સ્કલ્પચર પણ મુકવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ દ્વાર, ભગવાન રામના ધનુષ આકારનો મુખ્ય પ્રવેશ દ્વાર, પર્વત લઇ આવેલ હનુમાનજી મહારાજના સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાલ આ રામવનનું 98 ટકા કામ પૂર્ણ થઇ જતા આગામી સાતમ આઠમના તહેવાર સુધીમાં રામવન તૈયાર કરી લોકો માટે ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રાજકોટ મનપા દ્વારા 14 કરોડના ખર્ચે આ રામવન તૈયાર કરવામાં આવ્યું છે. રામવનમાં કુલ 25 ભાગ દર્શાવવામાં આવ્યા છે જેમાં અલગ અલગ 55 થી 60 પ્રજાતિના 60 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અને ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોની ઝાંખી કરાવતા અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર મુકવામાં આવ્યા છે. જેની સાથે લોકો સેલ્ફી પણ લઇ શકે તે મુજબ સેલ્ફી પોઇન્ટ પણ મુકવામાં આવ્યા છે. તો આ અલગ અલગ 22 સ્કલ્પ્ચર ઊભાં કરવા માટે લગભગ દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. રામવનના પ્રવેશ દ્વારથી શરૂ કરી અંત સુધી તમામ જગ્યા પર કઈકને કઈક અલગ અલગ સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બની રહેતું જોવા મળી રહ્યું છે.

રામવનની અંદર ઇલેક્ટ્રિક કારની સુવિધા પણ મનપા દ્વારા મુકવામાં આવશે અને સાથે સાથે અહીંયા ત્રણ ફૂડકોર્ટ, બાળકો માટે હિંચકા લપસણી, વોકિંગ ટ્રેક, કોન્ફોરન્સ રૂમ, મિટિંગ રૂમ, સહિતની અનેક સુવિધાઓ હશે.. આ સાથે રામવનમાં મ્યુઝીક સિસ્ટમ લગાવવી અને તેમાં રામધૂન સહિતના ભજનો ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. રામવન વિસ્તારમાં ઘણી જગ્યાએ લોકો વનમાં હોય એવી અનુભૂતિ કરાવવા માટે રસ્તા બનાવવામાં આવ્યા છે જેને નામ પણ ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સાંકળી આપવામાં આવ્યા છે.

CWG 2022/ હરજિન્દર કૌરએ જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતે વેઈટલિફ્ટિંગમાં સાત મેડલ સહિત અત્યાર સુધીમાં નવ મેડલ જીત્યા