Local body election 2026/ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં લોકશાહી પ્રત્યેનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં 117 વર્ષની વયે એક વૃદ્ધાએ મતદાન કરીને સૌને પ્રેરણા આપી. ગુજરાતમાં આજે મતદાનનો પવિત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે, અને વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. તીવ્ર ગરમી છતાં મતદારોનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી.
ગુજરાતમાં આજે મતદાન(Vote)નો પવિત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે
ધ્રોલ તાલુકાના લતીપર ગામની 117 વર્ષીય ધાનુબેન માવજીભાઈ રામાણીએ મતદાન કેન્દ્ર સુધી પહોંચી પોતાના મતાધિકારનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કર્યો. તેમની ઉમર હોવા છતાં લોકશાહી પ્રત્યેનો આ અડગ વિશ્વાસ અને જાગૃતિ સૌ માટે પ્રેરણાદાયી બની છે.
ધાનુબેને પોતાના કાર્ય દ્વારા સંદેશ આપ્યો કે મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે. તેમની આ જિજ્ઞાસા અને પ્રતિબદ્ધતા જોઈ અન્ય મતદારો પણ પ્રભાવિત થયા હતા.
આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા
આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું
