Anand News: આણંદ જિલ્લામાં પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કચેરીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી.પી. વસાવા દારૂના નશામાં હોવાના આરોપ સાથે ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. બેફામ કાર હંકારી અનેક અકસ્માત (PI PP Vasava Accident) સર્જ્યાની ઘટનાએ લોકોમાં પણ ભારે રોષ ફેલાવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, PI પી.પી. વસાવા બોરસદ વિસ્તારમાં કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમણે પહેલા એક કારને ટક્કર મારી હતી. જોકે અકસ્માત (PI PP Vasava Accident) બાદ તેઓ અટક્યા નહોતા અને કાર વધુ ઝડપે હંકારી આગળ નીકળી ગયા હતા.
ત્યારબાદ વહેરા પાટિયા નજીક તેમની કાર બાઈક સાથે અથડાઈ હતી. આ અકસ્માત (PI PP Vasava Accident)માં બાઈક પર સવાર બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
PI PP Vasava Accident: અકસ્માત બાદ ભાગતા લોકોના હાથે ઝડપાયા
અકસ્માતોની શ્રેણી બાદ પણ PIએ કાર રોકી નહોતી અને નાપા તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નાપા નજીક તેમની કારનો કાબૂ ગુમાવતા વાહન એક દિવાલ સાથે અથડાયું અને ત્યારબાદ ઝાડીઓમાં જઈ ઉતર્યું હતું.
ઘટના બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને PIને ઝડપી બોરસદ ગ્રામ્ય પોલીસને સોંપી દીધા હતા. કારની તપાસ દરમિયાન પોલીસના બૂટ, ટોપી તેમજ સત્તાવાર ઓળખપત્ર (ID કાર્ડ) મળી આવતા સમગ્ર ઘટનાની ગંભીરતા વધુ વધી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સક્રિય બન્યા હતા. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા અકસ્માત (PI PP Vasava Accident)ના તમામ પાસાઓ તેમજ PI સામે લાગેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ મેડિકલ તપાસ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ ઘટનાએ પોલીસ વિભાગની કામગીરી અને જવાબદારી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે તપાસ બાદ સમગ્ર ઘટનાની સત્તાવાર હકીકત અને જવાબદારી નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો:આણંદ-તારાપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 શ્રમિકોના કમકમાટીભર્યા મોત
આ પણ વાંચો:આણંદના વાસદ-બોરસદ હાઈવે પર ભીષણ અકસ્માત, ટ્રક-પીકઅપ અથડાતા બેના મોત
આ પણ વાંચો:આણંદ-તારાપુર હાઇવે પર ભયાનક અકસ્માત, ત્રણના કરુણ મોત
