Entertainment News/ કિંગ ખાનના ‘મન્નત’ને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, રિનોવેશન સામેની અરજી ફગાવી

શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત બંગલા ‘મન્નત’ (Mannat)ના રિનોવેશનને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગૌરી ખાનના બિલ્ડિંગ પ્લાન અને સીઆરઝેડ મંજૂરીઓ અંગે કોર્ટે શું ચુકાદો આપ્યો, વાંચો વિગત.

Trending Entertainment
Supreme Court's verdict on Shah Rukh Khan's 'Mannat'

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત આલીશાન બંગલા ‘મન્નત’ (MANNAT)ના નવીનીકરણને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. મન્નતના રિનોવેશન પ્રક્રિયામાં નિયમોનો ભંગ થયો હોવાનો દાવો કરતી અરજીને દેશની સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાયદાના દાયરામાં રહીને કોઈપણ વ્યક્તિ પોતાના ખાનગી મકાનમાં ફેરફાર કે સુધારો કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે.

શું હતો સમગ્ર વિવાદ અને અરજી પાછળની વાર્તા?

આ વિવાદની શરૂઆત શાહરૂખ ખાનના ઘરના એક્સટેન્શન પ્લાનથી થઈ હતી. મન્નત પરિસરમાં આવેલા છ માળના એનેક્સ બિલ્ડિંગ પર વધુ બે માળ બાંધવા માટે ગૌરી ખાને એક પ્રપોઝલ મૂકી હતી.

ગ્રીન ટ્રિબ્યુનલમાં પહોંચ્યો હતો મામલો: સામાજિક કાર્યકર્તા સંતોષ દોન્ડકરે માર્ચ 2025માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) માં આ મામલે અપીલ દાખલ કરી હતી. જેમાં આરોપ હતો કે આ બાંધકામ માટે મેળવવામાં આવેલી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ની મંજૂરીઓ યોગ્ય નથી.

અરજદારની દલીલ: અરજી કરનાર પક્ષે એવી રજૂઆત કરી હતી કે આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ પાંચ કરોડ રૂપિયાથી વધુ હોવાથી તેના માટે પર્યાવરણ મંત્રાલયની ખાસ પરવાનગી લેવી ફરજિયાત બને છે.

શાહરૂખ પક્ષનો જવાબ: બીજી તરફ, ખાન પરિવાર અને પ્રોજેક્ટ સાથે જોડાયેલી ટીમે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે નિયમો મુજબની તમામ જરૂરી મંજૂરીઓ પહેલેથી જ મેળવી લેવામાં આવી છે.

કોર્ટે અરજદારના હેતુ પર ઉઠાવ્યા સવાલ

આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી કરનાર વ્યક્તિના ઈરાદા સામે સવાલ ઉઠાવ્યા હતા. અદાલતે જણાવ્યું કે આ બંગલો એક ખાનગી રહેઠાણ છે અને તેમાં રહેતા પરિવારોને કાયદાની મર્યાદામાં રહીને પોતાના ઘરનું સમારકામ કે લંબાવવાનો પૂરો અધિકાર છે. આ ટિપ્પણી સાથે કોર્ટે મન્નતના રિનોવેશનને પડકારતી કાનૂની લડાઈનો અંત આણી દીધો છે.


આ પણ વાંચો:‘તારક મહેતા’ શોમાંથી જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની વિદાયના અહેવાલો પર પ્રોડ્યુસર્સે આપ્યો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો:હોલિવૂડમાં શોકની લહેર: ‘જુરાસિક પાર્ક’ ના લોકપ્રિય અભિનેતા સર સામ નીલનું 78 વર્ષની વયે નિધન

આ પણ વાંચો::7 બેઠકો બિનહરીફ! બાકીની 9 સીટો પર મહાજંગ”