Entertainment News/ ‘તારક મહેતા’ શોમાંથી જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની વિદાયના અહેવાલો પર પ્રોડ્યુસર્સે આપ્યો ચોંકાવનારો ખુલાસો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાંથી દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ (Jethalal)બહાર થઈ રહ્યા હોવાની અફવાઓ પર નિર્માતાઓએ સ્પષ્ટતા કરી છે. શોના ૧૮ વર્ષ પૂર્ણ થવા પર નવો પ્રોમો અને દયાબેનની એન્ટ્રી અંગેના સત્તાવાર સમાચાર વાંચો અહીં.

Entertainment
Is Jethalal leaving the show Makers break their silence.

છેલ્લા ઘણા સમયથી ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ને લઈને સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ઉડી રહી છે. તાજેતરમાં એવા સમાચાર વહેતા થયા હતા કે શોના મુખ્ય કલાકાર અને દર્શકોના ફેવરિટ એવા જેઠાલાલ (Jethalal)એટલે કે દિલીપ જોશી આ સિરિયલને અલવિદા કહી રહ્યા છે. આ અહેવાલોથી ચાહકો ભારે નિરાશ થયા હતા, પરંતુ હવે આ વિવાદ પર શોના મેકર્સે મૌન તોડીને સાચું ચિત્ર સામે રાખ્યું છે.

જેઠાલાલ ક્યાંય નથી જઈ રહ્યા, નવો પ્રોમો થયો જાહેર

શોના નિર્માતાઓએ આ તમામ અહેવાલોને અફવા ગણાવતા સ્પષ્ટ કર્યું છે કે જેઠાલાલનું પાત્ર ક્યારેય શોમાંથી હટાવવામાં નહીં આવે. વાસ્તવમાં, સિરિયલની આગામી વાર્તા સંપૂર્ણપણે જેઠાલાલના ટ્રેક પર જ કેન્દ્રિત છે અને તેને લગતો નવો પ્રોમો પણ સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આગામી ૨૮ જુલાઈના રોજ આ શો સફળતાપૂર્વક પોતાના ૧૮ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે, જે અંતર્ગત ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય ઉજવણી પણ જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશી આ આખી સિરિયલમાં સૌથી વધુ ફી લેતા કલાકાર છે અને શોનો અસલી જીવ છે.

દયાબેન ઉર્ફે દિશા વાકાણીના કમબેક પર કહી આ વાત 

આ દરમિયાન શોમાં દયાબેનનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણીના પરત ફરવા અંગે પણ મેકર્સે મહત્વનું નિવેદન આપ્યું છે. દિશા વાકાણી મેટરનિટી લીવ પર ગયા બાદ લાંબા સમયથી શોમાં પાછી ફરી નથી. પ્રોડ્યુસરે જણાવ્યું કે, લગ્ન અને બાળકો થયા બાદ એક મહિલા માટે ઘરની જવાબદારીઓ સાથે શૂટિંગનું સંચાલન કરવું મુશ્કેલ બની જાય છે, તેથી દિશાનું કમબેક હવે ઘણું અઘરું છે.

મેકર્સે ઉમેર્યું કે જો કોઈ ચમત્કાર થાય અને દિશા પાછી આવે તો ખૂબ જ સારું રહેશે, નહીં તો આગામી સમયમાં દર્શકોને નવી દયાબેન જોવા મળી શકે છે. જો કે, હાલ પૂરતું જેઠાલાલના શોમાં જાળવી રાખવાના સમાચારથી ચાહકોમાં ખુશીનો માહોલ છે.


આ પણ વાંચો :હોલિવૂડમાં શોકની લહેર: ‘જુરાસિક પાર્ક’ ના લોકપ્રિય અભિનેતા સર સામ નીલનું 78 વર્ષની વયે નિધન

આ પણ વાંચો :ડ્રીમ ગર્લનો મોટો ખુલાસો: હેમા માલિનીએ કહ્યું- જો મારી બાયોપિક બને તો દીપિકા પાદુકોણ જ ભજવે મારો રોલ

આ પણ વાંચો :TRP અને ઓટીટી લિસ્ટ: જેઠાલાલ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ક્રિકેટનો દબદબો; ‘તારક મહેતા…’ શોએ મેળવ્યું મોટું સ્થાન, જાણો આ અઠવાડિયાના ટોપ 10 શો