Entertainment News/ TRP અને ઓટીટી લિસ્ટ: જેઠાલાલ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ક્રિકેટનો દબદબો; ‘તારક મહેતા…’ શોએ મેળવ્યું મોટું સ્થાન, જાણો આ અઠવાડિયાના ટોપ 10 શો

ઓર્મેક્સ મીડિયાની આ અઠવાડિયાની ઓટીટી વ્યુઅરશિપ યાદીમાં ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ પ્રથમ સ્થાને છે, જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ એ પણ ટોપ લિસ્ટમાં બાજી મારી છે.

Entertainment
TRP

ઓર્મેક્સ મીડિયા દ્વારા ચાલુ સપ્તાહની ઓટીટી વ્યૂઅરશિપની નવી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મનોરંજન અને રમતગમતના કન્ટેન્ટ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ લિસ્ટમાં ‘ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ 2026’ ક્રિકેટ શ્રેણી અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેવા લોકપ્રિય શોએ લાખો ડિજિટલ વ્યુઝ સાથે અન્ય મોટી વેબ સિરીઝને પાછળ છોડી દીધી છે.

FIFA

 

ડિજિટલ સ્ક્રીન પર ક્રિકેટ અને કોમેડીનો રાજ

લેટેસ્ટ ડેટા અનુસાર, જિયો હોટસ્ટાર પર પ્રસારિત થઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચોને 13.2 મિલિયન વ્યુઝ મળ્યા છે, જેના કારણે તે લિસ્ટમાં ટોચના સ્થાને છે. જ્યારે કોમેડિયન સમય રૈનાનો અનોખો રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ ૨’ 9.7 મિલિયન વ્યુઝ સાથે બીજા ક્રમે ટ્રેન્ડ કરી રહ્યો છે. આ શો યુટ્યુબ અને નેટફ્લિક્સ પર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

TMKOK

 

જેઠાલાલનો જાદુ અને ફિફા વર્લ્ડ કપનો ક્રેઝ

રમત જગતની મહા ઇવેન્ટ ‘ફીફા વર્લ્ડ કપ 2026’ 8.5 મિલિયન વ્યુઝ મેળવીને ત્રીજા સ્થાને રહી છે. તેની બરાબર પાછળ, ટીવી સ્ક્રીન પર છેલ્લા 18 વર્ષથી રાજ કરતો કલ્ટ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 4.7 મિલિયન વ્યુઝ સાથે ચોથા નંબરે છે. આ શોને સોની લિવ અને યુટ્યુબ પર ફેન્સનો અઢળક પ્રેમ મળી રહ્યો છે. પાંચમા સ્થાને પ્રખ્યાત ડાયરેક્ટર રાજકુમાર હિરાણીની સાયબર-કોમેડી સિરીઝ ‘પ્રીતમ એન્ડ પેડ્રો’ છે, જેને 4.5 મિલિયન ડિજિટલ વ્યુઝ મળ્યા છે.

 


આ પણ વાંચો :25 વર્ષ પહેલા શાહરૂખ ખાને જે કહ્યું, તે ભવિષ્યમાં જેઠાલાલ માટે સાચું સાબિત થયું, વીડિયો વાયરલ

આ પણ વાંચો :જેઠાલાલનું વજન કઈ રીતે ઘટ્યું, 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડવાનું સિક્રેટ જાણવા માટે ચાલી સ્પર્ધા, દિલીપ જોશીએ ઉજાગર કર્યું સિક્રેટ….

આ પણ વાંચો :જેઠાલાલની અસલી વહુની તસવીર આવી સામે, ક્યૂટનેસથી ભરપૂર વિડીયો થયો વાયરલ