અમિતાભ બચ્ચન અને તેમનું પરિવાર સતત સમાચારોમાં છવાયેલું જોવા માટે મળતું હોય છે પરંતુ તેમના પરિવાર સાથે ફોટો વાઈરલ થતાં બહુ જ ઓછા જોવા માટે મળતા હોય છે. આ દિવાળીના અવસરે ફરીથી અમિતાભ બચ્ચને પોતાના પરિવાર સાથે તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે પોતાના સંપૂર્ણ પરિવાર સાથે દેખાઈ રહ્યા છે.
તસવીરમાં અમિતાભ બચ્ચન, પત્ની જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી શ્વેતા સહિત બાળકો સાથે સોફા પર બેઠેલા નજરે પડી રહ્યા છે. ઘરના દરેક સભ્યો એથેનિક આઉટફીટમાં દેખાઈ રહ્યા છે. દરેક વ્યક્તિઓ કેમેરા સામે ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.
View this post on Instagram
અમિતાભ બચ્ચને તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે, પરિવાર પ્રાર્થના કરે છે અને દરેક સાથે મળીને ઉજવણી કરીએ છીએ, દિવાળીના પાવન અવસરે શુભકામનાઓ, દિવાળી મંગલમય હજો.
આ પહેલા પણ અમિતાભ બચ્ચને અભિષેક, શ્વેતા અને જયા બચ્ચન સાથે જુનો એક થ્રો બેક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં જુનો અને નવો તેમ બંને ફોટો શેર કર્યો હતો જેમાં ઐશ્વર્યા ફોટોમાં દેખાઈ રહી ન હતી.
T 4087 – Some picture sitting positioning never change, even through time .. ❤️❤️ pic.twitter.com/Vs8D1MAEtn
— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2021
ચાહકોની ફરિયાદ બાદ અમિતાભ બચ્ચને પરિવાર સાથે સંપૂર્ણ ફોટો શેર કર્યો છે. પરિવાર સાથે હવે ફોટો જોઇને ચાહકો તેમને વધાવી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે.
