T20 World Cup/ પત્રકારનાં સવાલ પર જાડેજાએ કહ્યુ- બેગ પેક કરીને ઘરે જઇશું બીજુ શું? Video

સ્કોટલેન્ડને હરાવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારે જાડેજાને પૂછ્યુ કે જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી શકશે નહી તો શું કરશો? જેના જવાબમાં જાડેજાએ કહ્યું કે બેગ પેક કરીને ઘરે જઈશું બીજુ શું.

Sports
પત્રકારને જાડેજાનો જવાબ

ભારત પોતાની શરૂઆતની મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મોટા અંતરથી હારી ગયું હતું. જેના કારણે લગભગ ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હોવાનુ ચર્ચામાં આવ્યું હતુ. પરંતુ હવે ટીમે છેલ્લી બે મેચ ધામાકેદાર અંદાજમાં રમી અને જીતી છે તે બાદ ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં જઈને અજાયબીઓ કરી શકે તેવી આશા જાગી છે. જો કે, આના માટે ઓછી આશા છે, કારણ કે ભારતને આ માટે અફઘાનિસ્તાન પર નિર્ભર રહેવાની જરૂર છે.

આ પણ વાંચો – T20 World Cup / ટીમ ઈન્ડિયાએ આપી કોહલીને જન્મ દિવસની ભેટ, સ્કોટલેન્ડને માત્ર 39 બોલમાં હરાવી બનાવ્યો રેકોર્ડ

આશા એવી પણ હતી કે ટીમ મોટી જીત નોંધાવે. નેટ રનની વાત કરીએ તો ટીમનો રન રેટ ગ્રુપ 2ની તમામ ટીમો કરતા સારો છે. પરંતુ જો ટીમને સેમીફાઈનલની ટિકિટ કાપવી હોય તો અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવે તેવી પ્રાર્થના કરવી પડશે. પરંતુ બહુ માર્જિનથી નહીં. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનનાં 6-6 પોઈન્ટ હશે. જે બાદ ભારતે નામિબિયાને મોટા અંતરથી હરાવવું પડશે. ત્યારે ટીમનાં ટોપ-4 માં આવી શકે છે. રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે ICC મેન્સ T20 વર્લ્ડકપ 2021માં સ્કોટલેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ ત્રણ ઓવરનાં ક્વોટામાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેના પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેચ પછીનાં પ્રેઝન્ટેશન દરમિયાન જાડેજાએ પત્રકારનાં પ્રશ્નનો શાનદાર જવાબ આપ્યો હતો. સવાલ ભારતનાં સેમિફાઇનલમાં પહોંચવાની તકો પર હતો. મેચ પછીનાં પ્રેઝન્ટેશનમાં એક પત્રકારે જાડેજાને પૂછ્યું, ‘જેમ કે અત્યારે વાત ચાલી રહી છે કે જો ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાન વિરુદ્ધ હારી જશે તો અમારી (ટીમ ઈન્ડિયા) પાસે સેમીફાઈનલમાં જવાની તક હશે. પરંતુ જો આ મેચમાં ન્યૂઝીલેન્ડ હારશે નહીં તો તમે શું કરશો? જાડેજા પહેલા તો આ પ્રશ્ન સમજી શક્યો નહી અને તેમને ફરીથી પ્રશ્ન રિપીટ કરવા કહ્યું હતું. આ પછી ફરી પ્રશ્ન સાંભળીને જાડેજાએ કહ્યું કે પછી શું બેગ પેક કરીને ઘરે જઈશું. આ જવાબ સાંભળીને પત્રકારો હસવાનું રોકી શક્યા નહીં. આ પછી જાડેજા પણ હસી પડ્યો હતો.

https://twitter.com/jayeshvk16/status/1456666440455516161?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1456666440455516161%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnowhindi.com%2Fcricket%2Farticle%2Fbag-pack-karke-ghar-jaaenge-ravindra-jadeja-hilarious-response-to-journalist-who-asked-indias-chances-of-not-getting-into-semi-final%2F371244

આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને નસીબની જરૂર, Top-4 માં પહોંચવાની ભારતની આશા હવે અફઘાનિસ્તાન પર ટકી

બન્ને ટીમો વચ્ચેની મેચની વાત કરીએ તો કેએલ રાહુલ અને રોહિત શર્માની તોફાની ઇનિંગ્સનાં કારણે ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડ દ્વારા આપવામાં આવેલા 86 રનનાં સરળ લક્ષ્યાંકને 6.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી કેએલ રાહુલે 50 અને રોહિત શર્માએ 30 રન બનાવ્યા હતા. આ પહેલા સ્કોટલેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્કોટલેન્ડ માટે જ્યોર્જ માનસીએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા.