Entertainment News: વિજય દેવરકોંડા સાથે પોતાના લગ્નની અટકળો વચ્ચે હવે રશ્મિકા મંદાનાએ ખુદ કબૂલ કર્યુ છે કે એ વિજય દેવરકોંડા સાથે જ લગ્ન કરશે.
વીતેલા સમયમાં નેશનલ ક્રશ બની ચૂકેલી રશ્મિકા મંદાના (Rashmika Mandana) હાલમાં અભિનય કરતા પોતાની પર્સનલ લાઇફને કારણે વધારે સુર્ખીઓમાં છે!
ગયા મહિને ફિલ્મ અભિનેતા વિજય દેવરકોન્ડા (Actor Vijay Devarkonda) સાથે થયેલી સગાઇ (Engagement) બાદ હવે બંનેની ફેબ્રુઆરી 2026માં લગ્ન થવાના છે એવી અટકળોએ જોર પકડ્યું છે! અમુક રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવે છે કે ફેબ્રુઆરી 2026માં બંને ઉદયપુર (Udaipur)માં લગ્નના બંધનમાં બંધાશે. જો કે, હજુ સુધી આ બંને કલાકારોએ આ વિશે કોઇ પ્રતિક્રિયા આપી નથી. આ દરમિયાન, રશ્મિકાએ ઘટસ્ફોટ કર્યો હતો કે એ પોતાના પાર્ટનરમાં શી ખૂબીઓ જુએ છે! આ સાથે જ એણે એમ પણ જણાવી દીધું હતું કે, એણે લગ્ન (Marriage) કરવા માટે વિજયને જ પસંદ કર્યો છે.

રશ્મિકા વિજય સાથે લગ્ન કરશે
ઑનેસ્ટ ટાઉન હોલમાં એક કૅમ્પસ વાતચીતમાં રશ્મિકાએ પોતાના પાર્ટનર (Partner) વિશે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, એણે અત્યાર સુધી જેયલા પણ અભિનેતાઓ સાથે કામ કર્યું છે એમાંથી એ કોને મારવા ઇચ્છશે? કોની સાથે લગ્ન કરશે અને કોને ડેટ (Date) કરવા માગશે? મજેદાર સવાલોના જવાબમાં રશ્મિકાએ જે કહ્યું એ સાંભળીને હાજર બધા લોકોએ એને તાળીઓથી વધાવી લીધી હતી! રશ્મિકાએ જણાવ્યું હતું કે એ નારુતો (એનીમે પાત્ર) ને ડેટ કરશે અને વિજય દેવરકોંડાને પરણશે! હવે એ વાત તો દીવા જેવી સ્પષ્ટ છે કે, રશ્મિકાનો જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે વીજય દેવરકોંડા સાથે એના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલુ છે! એવું કહેવાય છે કે, આ બંને પ્રેમીપંખીડા ફેબ્રુઆરી 2026માં ઉદયપુરમાં લગ્ન કરશે.

બંને વચ્ચે ઇલુ-ઇલુ ક્યારે શરું થયુ હતું?
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ડેટિંગ કરી રહ્યાં હોવાની ચર્ચાઓ તો, સાલ 2018માં એમણે જ્યારે હીટ ફિલ્મ (Film) ‘ગીતા ગોવિંદમ્’ (Geeta Govindam) અને 2019માં ‘ડિયર કૉમરેડ’ (Dear Comrade)માં એકસાથે કામ કર્યું, ત્યારથી જ શરુ થઇ ગઇ હતી. બંનેને સાથે સમય વિતાવતા ઘણી જગ્યાએ સ્પોટ કરવામાં આવેલા છે. જો કે એમણે હજુ સુધી એમના સંબંધને મહોર મારી નથી પણ એમના દ્વારા સાથે વિતાવેલા વેકેશનની તસવીરો પોસ્ટ કરવા પરથી જ, એમના ફેન્સ (Fans) આવી અટકળો લગાવી રહ્યાં છે.

“મારે એવો પાર્ટનર જોઇએ જે મારા માટે લડી શકે!”
રશ્મિકાએ પ્રણય વિશેની પોતાની વિચારધારા પ્રગટ કરી હતી અને એણે એ પણ જણાવ્યું હતું કે એ પોતાના પાર્ટનરમાં કયા ગુણો ઇચ્છે છે? અભિનેત્રીએ કહ્યું હતું કે, “સાચું કહું તો મારી પસંદદીદા એ વ્યક્તિ છે જે મને ઊંડાણથી સમજી શકે. હું સામાન્ય અર્થમાં વાત નથી કરી રહી, આ જીવનને પોતાના દ્રષ્ટિકોણથી સમજવાની ક્ષમતા છે. એ અમુક પરિસ્થિતિઓને કેવી રીતે જુએ છે? મારે એવી વ્યક્તિ જોઇએ જે સમજવા માટે તૈયાર હોય! કોઇ એવી વ્યક્તિ જે ખરેખર સારી હોય અને મારી સાથે, મારા માટે લડી શકે. જો કાલે ઉઠીને મારા વિરુદ્ધ કોઇ લડાઇ છેડાઇ જાય તો મને ખબર છે કે, એ વ્યક્તિ મારી સાથે લડશે! હું પણ એવું જ કરીશ. હું એના માટે કોઇક દિવસે ગોળી (Bullet) ખાઇ શકું એમ છું! આવી વ્યક્તિ મને પસંદ પડે છે!”

રશ્મિકાએ લગ્નની તૈયારીઓ શરુ કરી
ગયા મહિને રશ્મિકા અને વિજયની સગાઈના સમાચાર ઘણી સુર્ખીઓમાં હતા. જો કે, બંનેમાંથી કોઇએ પણ આ સમાચારને સાર્વજનિક રીતે પુષ્ટિ આપી ન હતી અને એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો! પરંતુ, એ પછી બંને કલાકારોએ સગાઇ કરી લીધી હોવાનું અને આગલા વર્ષે પરિણય બંધનમાં જોડાશે એવું વિજય દેવરકોંડાની ટીમ તરફથી એક સમાચારપત્રને જણાવાયું હતું. ત્યારથી એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે આ કપલ 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરશે. કેટલાક રિપોર્ટ્સ મુજબ, એવો દાવો કરવામાં આવે છે કે રશ્મિકાએ લગ્નની તૈયારીઓ શરુ પણ કરી દીધી છે! આ હેતુથી એણે તાજેતરમાં જ ઉદયપુરની મુલાકાત પણ લીધી હતી.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાય બચ્ચને ઠુકરાવી હતી આ સુપરહીટ ફિલ્મો…તમામ થઇ બ્લોક બસ્ટર!!
આ પણ વાંચો:ધર્મેન્દ્રને પાપારાઝી પર કેમ આવ્યો ગુસ્સો, મતદાન દરમ્યાન અભિનેતા સાથે એવું શું બન્યું
આ પણ વાંચો: કેટરિના કૈફ અને વિકી કૌશલે બેબી બોયનું સ્વાગત કર્યું, અમારી ખુશીનો પાર નથી
