Entertainment News: બોલીવુડ સ્ટાર ઐશ્વર્યા આજે 52 વર્ષની થઇ ગઇ છે. એનો બર્થ ડે છે 1 નવેમ્બર! ઐશ્વર્યાનું નામ એવી ચુનીંદા અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે પોતાની અદાઓ અને અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા છે. પોતાના ફિલ્મી કેરિયરમાં એમણે ઘણી બ્લોક બસ્ટર ફિલ્મો ઠુકરાવી દીધી હતી.
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને ચલચિત્ર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Former Miss World, Bollywood Star Aishwarya Rai Bachchan) આજે 1 નવેમ્બરે પોતાનો બર્થ ડે (1st November, Birthday) સેલિબ્રેટ કરી રહી છે. ઐશ્વર્યાની સુંદરતા અને પ્રતિભા શાનદાર છે અને એનું વ્યક્તિત્વ એક મિસાલ બની ચૂક્યું છે. એની ખૂબસૂરતી અને ટૅલેન્ટ વિશે જેટલું પણ લખાય એટલું કમ છે! સમગ્ર ફિલ્મી કેરિયર દરમિયાન, એણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ છે અને દર્શકો પર ઊંડી છાપ છોડી છે. જો કે, કેરિયર દરમિયાન એણે કેટલીક બહેતરીન ફિલ્મોને રિજેક્ટ પણ કરી હતી જે રીલિઝ થયા બાદ બ્લોક બસ્ટર સાબિત થઇ હતી! ઐશ્વર્યાએ ઠુકરાવેલી ફિલ્મોનું લિસ્ટ (Rejected Movies by Aishwarya) જોઇને તમે ચોંકી જશો!

કભી ખુશી કભી ગમ
વર્ષ 1998માં ‘કભી ખુશી કભી ગમ’ (Kabhi Khushi Kabhi Gum) ફિલ્મ માટે પણ ટીનાના રોલ માટે ઐશ્વર્યાની પસંદગી થઇ હતી પણ એણે એ ભૂમિકા માટે નનૈયો ભણી દીધો હતો. બાદમાં એ કેમિયો રોલ રાની મુખર્જી (Rani Mukherjee)એ નિભાવ્યો હતો અને આ ફિલ્મ સુપરહીટ સાબિત થઇ હતી!
કહો ના પ્યાર હૈ
વર્ષ 2000 માં મિલેનિયમ યરમાં રાકેશ રોશનની ‘કહો ના પ્યાર હૈ’ (Kaho Na Pyar Hai) મૂવી આવી હતી જેના દ્વારા હૃતિક રોશન (Hritik Roshan)ને રુપેરી પડદે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં મુખ્ય નાયિકા માટે ઐશ્વર્યા પહેલી પસંદ હતી પણ એણે એ ભૂમિકાને ઠુકરાવ્યા બાદ આ રોલ નવોદિત અમિષા પટેલને ભાગે આવ્યો અને આ સુપરહીટ જોડી વાળી ફિલ્મે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી!

મુન્નાભાઇ એમબીબીએસ
સાલ 2003માં એકદમ અલગ વિષય પર બનેલી ‘મુન્નાભાઇ એમબીબીએસ’ (Munnabhai MBBS) મૂવીમાં ડૉ. સુમનની ભૂમિકા માટે પણ ઐશ્વર્યાને મનાવવાના પ્રયાસો થયા હતા પણ એ તૈયાર થઇ નહિં અને બાદમાં એ ભૂમિકા ગ્રેસી સિંહની ઝોળીમાં આવી પડી હતી! આ સુપરહીટ ફિલ્મે ચાહકોના દિલમાં આજે પણ આગવું સ્થાન જાળવી રાખ્યું છે.
વીર ઝારા
બોલીવુડ ક્વીન કહેવાતી ઐશ્વર્યાએ વર્ષ 2004માં યશ ચોપડા (Yash Chopra) નિર્દેશિત સુપર હીટ પ્રેમ કહાણી વીર-ઝારા (Veer-Zara) મૂવીમાં હયાત બાનો ખાનની ભૂમિકા માટે પસંદ થવા છતાં એને ઠુકરાવી હતી. પછીથી આ ઑફર પ્રીતિ ઝિંટા દ્વારા સ્વીકારવામાં આવી હતી જેમાં એણે પોતાના અભિનય દ્વારા સૌનું દિલ જીતી લીધું હતું!
ભૂલ ભૂલૈયા
મનોવૈજ્ઞાનિક હૉરર-કૉમેડી ફિલ્મ તરીકે દર્શકોમાં ખૂબ જ પસંદ પામેલી 2007 ના વર્ષની ‘ભૂલ ભૂલૈયા’ (Bhul Bhulaiya) મૂવી માટે ઐશ્વર્યાનો અપ્રોચ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઇ કારણોસર, એક્ટ્રેસ આ ફિલ્મનો ભાગ બની શકી નહિં અને પછી આ ફિલ્મ માટે વિદ્યા બાલનની પસંદગી થઇ અને એ વિદ્યાના કેરિયરની સુપરહીટ ફિલ્મો પૈકીની એક ગણાય છે.

દોસ્તાના
સાલ 2008માં ઐશ્વર્યાએ ‘દોસ્તાના’ (Dostana) ફિલ્મમાં નેહાની ભૂમિકાની ઑફર મળી હતી પણ એણે એને રિજેક્ટ કરી હતી! આ ફિલ્મમાં જૉન અબ્રાહમ, ઐશ્વર્યાના પતિ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને પ્રિયંકા ચોપડાની મુખ્ય ભૂમિકાઓ હતી.
બાજીરાવ મસ્તાની
સંજય લીલા ભણસાલીએ સલમાન ખાન (Salman Khan) અને ઐશ્વર્યાની હીટ જોડીને સાથે લઇને ‘બાજીરાવ-મસ્તાની’ (Bajirav-Mastani) ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતુ અને મસ્તાની તરીકે ઐશ્વર્યા એમની પહેલી પસંદ હતી. પણ બદલાયેલા વ્યક્તિગત સંજોગો અને કાસ્ટિંગ સમસ્યાઓને કારણે આ પ્રોજેક્ટનો હિસ્સો ન તો ઐશ્વર્યા બની કે ન તો સલમાન! આખરે એ હીટ સાબિત થયેલી મૂવી રણવીર સિંહ અને દીપિકા પદુકોણ (Ranveer-Deepika) સાથે રિલીઝ થઇ અને એ ઘણી વખણાઇ હતી!
ઐશ્વર્યાએ જો આ ફિલ્મોની ઑફરને ઠુકરાવી ન હોત તો આજે કંઇક અલગ જ ચિત્ર હોત! ખેર એ જે પણ હોય, આજે તો બોલીવુડ કિવન ઐશ્વર્યાને કહીશું હૅપ્પી બર્થ ડે!
આ પણ વાંચો:હેમા માલિની અને ધર્મેન્દ્રએ આ રીતે ઉજવી 44મી વર્ષગાંઠ, ડ્રીમ ગર્લએ શેર કરી હીમેન સાથે સુંદર તસવીરો
આ પણ વાંચો:ધર્મેન્દ્રને પાપારાઝી પર કેમ આવ્યો ગુસ્સો, મતદાન દરમ્યાન અભિનેતા સાથે એવું શું બન્યું
