Entertainment News/ કરવા ચોથ પર પ્રિયંકા ચોપરાએ મહેંદી રચાવી, હાથમાં ફ્લૉન્ટ કર્યું પતિ નિક નું અસલી નામ..!

પ્રિયંકા ચોપરાએ કરવા ચોથના બરાબર એક દિવસ અગાઉ મહેંદી લગાવડાવી છે ઉપરાંત, એના પતિના નામની મહેંદીનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શૅર…

Trending Entertainment

Entertainment News: દર વર્ષે પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ધામધૂમપૂર્વક કરવા ચોથ મનાવે છે. પોતાના પતિદેવ નિક જોનાસ સાથે આ વિશેષ તહેવારને મનાવવામાં એ વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર એણે પોતાની તૈયારીઓની ઝલક પણ શૅર કરી છે જેમાં એના હાથમાં મહેંદી છે અને એમાં પોતાના પતિ નિક જોનાસનું નામ પણ દર્શાવ્યું છે.

ગ્લોબલ લેવલે ખ્યાતનામ સ્ટાર પ્રિયંકા ચોપરા ભલે વિદેશમાં સ્થાયી થઇ ગઇ હોય પણ એ પોતાના ભારતીય પરંપરાગત રિવાજોને બિલકુલ ભૂલી નથી! દિવાળીથી માંડીને હોળી જેવા મોટા તહેવારો જ નહિં પરંતુ, કરવા ચોથ (Karva Choth) જેવા ખાસ વ્રત-તહેવારને પણ એ ઘણા જ ઉમળકાથી અને જોશથી મનાવે છે.

પ્રતિવર્ષની જેમ જ પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનાસ (Nick Jonas) માટે કરવા ચોથનું વ્રત રાખવા જઇ રહી છે. આ ‘દેશી ગર્લ’ (Desi Girl) દ્વારા પતિ સાથે મળીને કરવા ચોથની તૈયારીઓ જોરશોરથી શરુ કરી દેવાઇ હોવાની સાબિતી એણે સોશિયલ મીડિયા (Social Media) પર શૅર કરેલી પોસ્ટમાં દેખાઇ રહી છે.

પ્રિયંકાના હાથમાં પતિના નામની મહેંદી

વાસ્તવમાં, પ્રિયંકા ચોપરાએ કરવા ચોથના બરાબર એક દિવસ અગાઉ મહેંદી (Mehndi) લગાવડાવી છે ઉપરાંત, એના પતિના નામની મહેંદીનો વીડિયો અને તસવીરો શૅર કરી છે. એક વીડિયોમાં એણે પોતાના પતિ નિકનું અસલી નામ પણ ફ્લૉન્ટ કર્યું છે.

નિકનું વાસ્તવિક નામ ‘નિકોલસ’ છે એ પ્રિયંકાએ જગજાહેર કર્યું છે અને એ પણ અનોખી ઢબે, પોતાના હાથોમાં મહેંદી રચાવીને! જ્યારે અન્ય એક ફોટામાં એણે પોતાના બંને હાથમાં લગાવેલી મહેંદીને હોંશભેર ફ્લૉન્ટ કરી છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન વર્ષ 2018 માં રાજસ્થાન ખાતે ધામધૂમથી થયા હતા. એમના લગ્નજીવનના પરિપાક રુપે એમને એક પુત્રી પણ છે જેનું નામ મૅરી માલતી ચોપરા જોનાસ છે. લગ્ન બાદ, પ્રિયંકા પતિ સાથે લૉસ એન્જેલસમાં ભલે વસી ગઇ હોય પરંતુ, એ ત્યાં પણ પોતાની સંસ્કૃતિને ભૂલી નથી! દિવાળી (Diwali) અને કરવા ચોથ જેવા તમામ ભારતીય તહેવારોને એ સેલિબ્રેટ કરે છે.

બોલીવુડમાં રિ-એન્ટ્રી

પ્રિયંકાના કામકાજ વિશે વાત કરીએ તો ઘણા વર્ષો પછી એ ભારતીય ફિલ્મ જગતમાં પાછી ફરી રહી છે. એસ.એસ.રાજામૌલી (S. S. Rajamauli)ની બહુ અપેક્ષિત મૂવી દ્વારા એ ઘરવાપસી કરવા જઇ રહી છે. આ મૂવી (Movie)નું નામ ‘એસએસએમબી 29’ છે અને આ ફિલ્મમાં એ એક્ટર મહેશ બાબુ (Mahesh Babu) સાથે સ્ક્રીન શૅર કરશે. અહિં મજાની વાત એ છે કે, માધવન (Madhavan)જેવા દમદાર અભિનેતાની આ મૂવીમાં ખાસ ભૂમિકા હશે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે પણ એ ક્યારે થિયેટર સુધી પહોંચશે એ વિગતો હજુ સુધી સાંપડી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Entertainment News/ રજનીકાંતે કામમાંથી “આધ્યાત્મિક” વિરામ લીધો અને ઋષિકેશ ગયા, જ્યાં તેણે સામાન્ય માણસની જેમ રસ્તા પર….

આ પણ વાંચો: Entertainment News/ રાવણ દહન કાર્યક્રમમાં રામચરણનો પ્રભાવશાળી સંદેશ: “હું રામના ચરણોમાં રહું છું”…..

આ પણ વાંચો: Entertainment News/મેં તેમને માનવ માંસ ખવડાવ્યું… મહેશ ભટ્ટને એક તાંત્રિકે સલાહ, એક ફાઇનાન્સરને વશ કરવા માટે છેતર્યા