difference/ સ્વિફ્ટ કોડ અને IFSC કોડ શું છે, તમે જાણો છો આ બન્ને વચ્ચેનો તફાવત..?

સામાન્ય રીતે  આપણે બધાએ IFSC કોડ વિશે સાંભળ્યું છે, પરંતુ સ્વિફ્ટ કોડ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે, જે લોકોએ ક્યારેય આંતરરાષ્ટ્રીય સ્તરે બેંકિંગ દ્વારા ટ્રાન્ઝેક્શન કર્યું છે, તેઓએ સ્વિફ્ટ કોડ વિશે સાંભળ્યું જ હશે

Trending Business

સામાન્ય રીતે  આપણે બધાએ IFSC કોડ વિશે સાંભળ્યું છે, પરંતુ સ્વિફ્ટ કોડ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.  જે લોકોએ ક્યારેય આંતરરાષ્ટ્રીય સ્તરે બેંકિંગ દ્વારા ટ્રાન્ઝેક્શન કર્યું છે, તેઓએ સ્વિફ્ટ કોડ વિશે સાંભળ્યું જ હશે. તો ચાલો જાણીએ સ્વિફ્ટ કોડ અને આઇએફએસસી કોડ શું છે, બન્ને વચ્ચેનું તફાવત, કેવી રીતે આ બન્ને કોડ શોધી શકાય વગેરે વગેરે..  વીશે.

સ્વિફ્ટ કોડ અને IFSC કોડનું નામ

IFSC CODE એ શોર્ટ નામ છે જેને  ભારતીય નાણાકીય સિસ્ટમ કોડ કહેવામાં આવે છે. જ્યારે SWIFT CODEને સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ કહેવાય છે.

શું છે IFSC કોડ

એક સમય હતો જ્યારે બેંકને લગતી દરેક વસ્તુ માટે બેંકમાં જ જવું પડતું હતું. પરંતુ વર્તમાન સમયમાં ઈન્ટરનેટના માધ્યમથી આપણે ઘરે બેસીને બેંક સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ કરી શકીએ છીએ. તેમાં પૈસાની લેવડ-દેવડનો પણ સમાવેશ થાય છે. પૈસા ટ્રાન્સફર કરવા માટે IMPS (ત્વરિત ચુકવણી સેવાઓ), RTGS (રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ), NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) જેવા વિકલ્પો છે. જ્યારે આ વિકલ્પોનો ઉપયોગ કરીને કોઈને પૈસા ટ્રાન્સફર કરવા હોય ત્યારે એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિ અથવા પેઢીનું નામ, બેંકનું નામ, એકાઉન્ટ નંબર અને IFSC કોડ દાખલ કરવો પડે છે. હકીકતમાં IFSC કોડ એક એવો કોડ છે જે દરેક બેંકની દરેક શાખાને આપવામાં આવે છે. આ કોડ આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા આપવામાં આવે છે. જે  11 અંકનો આલ્ફા-ન્યુમેરિક કોડ છે. એટલે કે, તેમાં અંગ્રેજીના અક્ષરો અને સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય છે.

સ્વિફ્ટ કોડ શું છે

IFSC કોડની જેમ સ્વિફ્ટ કોડનો ઉપયોગ પણ માત્ર પૈસા ટ્રાન્સફર કરવા માટે થાય છે. જોકે તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે થાય છે. સ્વિફ્ટ કોડને BIC કોડ અથવા ISO9362 તરીકે પણ ઓળખવામાં આવે છે. SWIFT CODE એ 8 થી 11 અંકનો કોડ છે. જેમાં બેંકનું નામ, બેંક કયા દેશમાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી, બેંકના લોકેશનની માહિતી અને બેંકની શાખાની માહિતી પણ સામેલ છે.

સ્વિફ્ટ કોડ અને IFSC કોડ વચ્ચેનો તફાવત

SWIFT કોડનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે થાય છે જ્યારે IFSC કોડનો ઉપયોગ સ્થાનિક વ્યવહારો માટે થાય છે.  SWIFT કોડને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઈઝેશન દ્વારા માન્યતા આપવામાં આવે છે જ્યારે IFSC કોડને ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્યતા આપવામાં આવે છે. SWIFT કોડમાં કુલ 8 અથવા 11 અક્ષરો હોય છે, જ્યારે IFSC કોડમાં હંમેશા 11 અક્ષરો જ હોય છે. ભારતમાં દરેક બેંકની દરેક શાખાનો પોતાનો IFSC કોડ હોય છે, જ્યારે બેંક SWIFT કોડ મેળવ્યા પછી જ આંતરરાષ્ટ્રીય વ્યવહારોની પ્રક્રિયામાં જોડાઈ શકે છે. IFSC કોડની સરખામણીમાં SWIFT કોડનો ઉપયોગ કરવાની ફી વધારે હોય છે.

કેવી રીતે સર્ચ કરી શકાય સ્વિફ્ટ કોડ

સ્વિફ્ટ કોડ શોધવા માટે www.ifscswiftcodes.com પર જવું પડે છે. ત્યાર પછી મેનુ બારમાં સ્વિફ્ટ કોડ પર ક્લિક કરો અને પછી દેશના નામ પર ક્લિક કરો. પછીથી બેંકનું નામ, રાજ્યનું નામ, શહેરનું નામ અને શાખા પસંદ કરો. આ પછી  તમારી બેંક શાખાનો SWIFT કોડ સ્ક્રીન પર દેખાશે અને તેની નીચે બેંક સંબંધિત તમામ માહિતી પણ આવશે.

IFSC કોડ કેવી રીતે શોધી શકાય

IFSC કોડ જાણવા માટે www.ifscswiftcodes.com પર જવું પડે છે અને પછી મેનુ બારમાં IFSC કોડ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી તેમાં બેંકનું નામ, રાજ્યનું નામ, શહેરનું નામ અને શાખા પસંદ કરવાની હોય છે. આ પછી તમારી બેંક શાખાનો SWIFT કોડ સ્ક્રીન પર દેખાશે અને તેની નીચે બેંક સંબંધિત તમામ માહિતી પણ આવશે.