Dharm & Bhakti: ભાઈ બીજનો તહેવાર (Bhai beej Festival) ભાઈ અને બહેનના અનોખા પ્રેમસંબંધ (Brother-Sister Relationship)નું પ્રતીક છે. વિક્રમ સંવત 2082નું વર્ષ આરંભ થઇ ચૂક્યું છે અને આ વર્ષે ભાઈ બીજનું પાવન પર્વ 23 ઓક્ટોબર, ગુરુવાર (23 October, Thursday)ના દિવસે મનાવવામાં આવશે. બહેનો બેસતા વર્ષ (New Year) પછીના પવિત્ર દિને ભાઇને પોતાના ઘરે ભોજન કરવા આમંત્રિત કરે છે અને ભાલ પર તિલક કરીને આમંત્રિત કરે છે. દરેક બહેન પોતાના ભાઈ અને એના પરિવારની સુખ-સમૃદ્ધિ, દીર્ઘાયુ અને સ્વાસ્થ્યની કામના કરે છે. આ વખતે જ્યોતિષીય દ્રષ્ટિકોણ (Astrologically) જોઇએ તો, વિશેષ સંયોગ રચાવા જઇ રહ્યો છે. ભાઈ બીજ પર ચંદ્રમાનું ગોચર (Moon Transit) કેરિયર, સંબંધો અને ધન સંબંધી નવીન સંભાવનાઓ સાથે લઇને આવનાર છે.

જ્યોતિષીય દ્રષ્ટિએ ચંદ્રમાનું મહત્વ
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમાને મન, ભાવનાઓ (Feelings), માતા અને માનસિક સ્થિતિનો કારક માનવામાં આવે છે. એ મનની ચંચળતા, સંવેદનશીલતા, કલ્પનાશીલતા અને મનોબળનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત, ચંદ્રમા દૂધ, જળ તથા જળ તત્વ સંબંધી વસ્તુઓ સાથે પણ જોડાયેલો છે.
આ વર્ષે ભાઈ બીજ પર ગ્રહો અને નક્ષત્રનો વિશેષ સંયોગ રચાશે અને ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે અને આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્રમાનું આ ગોચર ઘણી રાશિઓને આવનારા સમયમાં લાભદાયી રહેશે. તો ચાલો જાણીએ કે ભાઈ બીજ પર થનારા આ ચંદ્રમાના ગોચરથી કઇ-કઇ રાશિ (Zodiac Signs)ઓને ફાયદો થશે.

1. કુંભ રાશિ
કુંભ રાશિ (Kumbh Rashi) વાળા જાતકોને આર્થિક રીતે લાભ પ્રાપ્ત થશે. કોઈ અટકેલું ધન હોય તો એ પાછું મળી શકે છે. આવકના નવા સોર્સીસ પ્રાપ્ત થશે. કૌટુંબિક બાબતોમાં તમારી નિર્ણાયક ભૂમિકા રહેશે. નોકરીમાં પ્રગતિ (Promotion) થશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વાણીને મધુર રાખવી. જે લોકો ધંધો-વ્યવસાય કરે છે એમના માટે આ સમય સારો મનાય છે.

2. ધનુ રાશિ
ચંદ્રમાનું આ ગોચર ધનુ રાશિ (Dhanu Rashi) વાળા માટે લાભકારી સિદ્ધ થશે. આ સમયે મહેનત કરવાથી પ્રગતિના દ્વાર ખુલશે. અગાઉ કરેલાં કાર્યોના પરિણામો તમારા પક્ષમાં આવશે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળવાની સંભાવના છે. ભાઈ-બહેનોના સહકારથી કોઈ અધૂરા કાર્યો પૂર્ણ થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કોઇ ઋણ (Debt)થી રાહત મળી શકે છે. કોર્ટ-કચેરીના કે કાયદાકીય કિસ્સાઓમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પરિવારમાં માન-સન્માન વધશે. સંબંધો મજબૂત થશે.

3. મેષ રાશિ
ભાઈ બીજના દિવસે મેષ રાશિ (Mesh Rashi) વાળા જાતકોના સંબંધોમાં સુધારણાનો યોગ છે. લગ્ન જીવન (Marriage Life)માં તાલમેલ વધશે અને પાર્ટનર (Partner)નો પૂર્ણ સહયોગ મળશે. વેપાર કરનારા જાતકો માટે નવા કોન્ટ્રેક્ટ કે મોટો સોદો મળી શકે છે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો સાથ-સહકાર મળશે પરંતુ, કોઇ પણ બાબતે વ્યર્થ ચર્ચાઓ કરવાનું ટાળવું. યાત્રાના યોગ પણ બની શકે છે જે આનંદદાયક રહેશે. તમારો દિવસ સકારાત્મક રહેશે પરંતુ વાણી પર સંયમ રાખવો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
