Lifestyle/ આજે રક્ષાબંધને બહેનની સાથે ખુશનુમા ક્ષણો વીતાવો…આ રીતે આપો સરપ્રાઇઝ..!

બહેનને ખુશ કરવા અને આ ક્ષણોને યાદગાર બનાવવા માટે સાંજના સમયે તમે સરપ્રાઇઝ આપી શકો છો. આ માટે કેટલીક Rakshabandhan Celebration Tips…

Trending festival Tips & Tricks Lifestyle
Rakshabandhan Celebration Tips...બહેનનો ચહેરો ખીલી ઉઠશે!

Lifestyle: ભાઈ-બહેનનો સંબંધ અણમોલ હોય છે…આજે રક્ષાબંધન (Rakshabandhan 2026) છે અને આજના આ તહેવારને સેલિબ્રેટ (Rakshabandhan Celebration Tips) કરવા માટે લોકો ઉત્સુક હોય છે. પ્રતિ વર્ષ આપણે આ સુંદર સંબંધને સન્માનના પ્રતીક સમો રક્ષાબંધનનો તહેવાર મનાવીએ છીએ…આજે બહેનો ભાઈના કાંડે રાખડી બાંધે છે અને એની લાંબી ઉંમરની કામના કરે છે. આ સાથે જ ભાઈ એને ઉપહાર આપે છે. આ દિવસને વિશેષ બનાવવા માટે તમારી બહેન સાથે ક્વૉલિટી ટાઈમ વીતાવવો અને આ પર્વને યાદગાર બનાવવું તમારા જ હાથમાં છે.

ઘણી વાર એવું બને છે કે બળેવના દિવસે ઘરે મહેમાનોની આવન-જાવન ચાલુ જ રહે છે અથવા તો પછી કામમાંથી ઊંચા આવતા નથી! આ સંજોગોમાં બહેનને ખુશ કરવા અને આ ક્ષણોને જીવનભર યાદગાર બનાવવા માટે આજે સાંજના સમયે તમે કંઇક સરપ્રાઇઝ આપી શકો છો. એક એવી સરપ્રાઈઝ કે જેનાથી તમારી બહેનના ચહેરા પર સ્માઈલ આવી જાય! તો ચાલો જાણીએ કે બહેનને ખુશ કરવાની કઈ-કઈ રીત (Rakshabandhan Celebration Tips) તમે અજમાવી શકો છો?

રક્ષાબંધનના તહેવારને સેલિબ્રેટ કરવાની ટિપ્સ (Rakshabandhan Celebration Tips)

બહેનને ખુશ કરવા માટેની કેટલીક ટિપ્સ આ મુજબ છે જેને આજે સાંજે જ તમે અજમાવી શકો છો.

મૂવી પ્લાન કરો

1. મૂવી પ્લાન કરો (Movie Plan)

બહેન માટે સાંજના સરપ્રાઇઝ મૂવી નાઈટ પ્લાન કરી શકો છો. તમે બહેનના પરિવાર અથવા મિત્રો, પાર્ટનર વગેરે સાથે મળીને મૂવી જોવા જઈ શકો છો. મિત્રો કે પાર્ટનર સાથે તો ઘણીવાર મૂવીનો પ્લાન બનાવતા જ હોઇએ છીએ…પરંતુ, પોતાની બહેન કે કઝીન બહેનો સાથે કોઈ સુંદર મૂવીનો પ્લાન કરવાથી તમારો દિવસ યાદગાર બની જશે. આ ઉપરાંત, બ્રેકમા બહેનની પસંદનો નાસ્તો કે પૉપકોર્ન વગેરે ઓર્ડર કરીને સાથે ફિલ્મ માણી શકો છો. આ રીતે કંઇક ‘હટ કે’ સેલિબ્રેશન થશે!

2. બચપણની યાદોને તાજા કરો (Recall Childhood Memories)

જીવનમાં સૌથી ખૂબસૂરત વસ્તુ યાદ હોય છે અને જે સૌ પોતાના સ્વજનો સાથે વીતાવેલી પળને ક્યારેય ભૂલી શકતા નથી! કોઈ પણ મોંઘી ગિફ્ટ (Rakhi Gift)થી પણ વધારે કીમતી હોય છે ભાઈ-બહેનોએ સાથે વીતાવેલો સમય…ભલે ને લડતા-ઝઘડતા પણ એકબીજાનો સાથ બંને હંમેશા નિભાવે જ છે. બહેનને સ્પેશ્યલ ફીલ કરાવવા માટે તમે યાદોથી જોડાયેલી સરપ્રાઈઝ આપી શકો છો. એ માટે તમે સાથે મોટા થવા દરમિયાન, કેમેરામાં કંડારેલી યાદોને ફોટા તરીકે સજાવી શકો, સાથે મળીને આલ્બમ જોઈ શકો અથવા તો પ્રોજેક્ટર પર યાદગાર ફોટા અને વિડીયોની રીલ ચલાવીને સરપ્રાઇઝ આપી શકો. તમારા બાળકો પણ એ જોઈને ઉત્સાહિત થઈ ઉઠશે!

બાળપણની રમતો રમવી

3. બાળપણની રમતો રમવી (Play Games)

એક અલગ તરેહની સરપ્રાઇઝ એ ભાઈ-બહેનો (Brother & Sister)ના પરિવાર સાથે મળીને એવી જૂની રમતો રમી શકો છો જે તમને અને તમારા બાળકોને મજા-મજા કરાવી દે. આ ફની ક્ષણોમાં તમે લૂડો, કેરમ, બેડમિંગ્ટન, ક્રિકેટ, થપ્પો, લખોટી, અંતાક્ષરી, સ્ટેચ્યૂ-સ્ટૉપ વગેરે રમતો રમી શકો છો. તમારી પાસે પૂરતો સમય હોય તો તમે આ સરપ્રાઈઝ અવશ્ય આપી શકો છો.

4. ફરવાનો પ્લાન ગોઠવો (Go for Picnic or Dinner)

રક્ષાબંધને ખાલી ગિફ્ટ આપવી જ પૂરતી નથી પણ આજના દિવસે એવું કંઇક કરો જે તમને જીવનભર યાદ રહે. બહેનને જ્યાં જવું પસંદ હોય એ જગ્યાએ ફરવા જવાનો પ્લાન કરી શકો છો. એમાં સાંજે તમે ભાઈ-બહેનો પરિવાર સહિત મંદિર, પાર્ક, શૉપિંગ કે કોઈ કુદરતી સુંદરતાયુક્ત સ્થળ પર જવાનો પ્લાન કરી શકો છો. એના ચહેરા પર જે ખુશી હશે એનાથી આ પર્વ યાદગાર બની જશે! તમે સાથે સરસ જગ્યાએ ડિનર પણ ગોઠવી શકો છો.

5. હાથેથી લેટર લખો (Give Handwritten Letter)

ગિફ્ટની પ્રાઈઝ કે સાઈઝ મહત્વની નથી પણ એનો ભાવ મહત્વનો છે. બહેન ક્યારેય ભાઈ પાસેથી મોંઘી ગિફ્ટ નથી માંગતી હોતી. તમે એને એવું કશુંક આપો જે એને જીવનભર યાદ રહે. આ માટે તમે કાર્ડ આપી શકો છો અથવા તો પ્રેમથી સભર એક પત્ર હાથેથી લખીને બહેનને ગિફ્ટ સાથે આપી શકો છો. આ બહેન માટે શબ્દોના રુપમાં અનોખો ઉપહાર હશે.


આ પણ વાંચો: રક્ષાબંધન પર બનાવો ખજૂરના હૅલ્ધી પેંડા…એ પણ ખાંડ વિના…સૌને ઇમ્પ્રેસ કરી દો!

આ પણ વાંચો: રક્ષાબંધનને ગણતરીના કલાકો…ઝટપટ બનાવો બ્રેડ ગુલાબ જાંબુ…મીઠી મધુરી સરળ મીઠાઈ..!

આ પણ વાંચો: તમે ક્યારેય ચોખાના રસગુલ્લા ખાધા છે ખરાં? આ રેસિપીથી કૂકરમાં ફટાફટ થશે તૈયાર!