Dharma & Bhakti/ રક્ષાબંધનના દિવસે ક્યારે રાખડી બાંધશો…સવારે…બપોરે કે સાંજે…? 5 કલાક અને 38 મિનિટનું ચંદ્રગ્રહણ…ભારતમાં દેખાશે?

રક્ષાબંધને કેટલાયે શુભ મુહૂર્ત (Rakshabandhan 2026 Muhurat) ઉપલબ્ધ છે આથી તમે તમારા પરિવારની સુવિધા અનુસાર સમય પસંદ કરી શકો છો. ખાસ કરીને…

Trending festival Dharma & Bhakti
Rakshabandhan 2026 Muhurat વિશે સચોટ માહિતી મેળવો..!

Dharm & Bhakti: રક્ષાબંધનનો તહેવાર આ વખતે 28 ઑગષ્ટના દિવસે શુક્રવારના રોજ મનાવવામાં આવનાર છે. રક્ષાબંધને સવારથી સાંજ સુધીના મુહૂર્ત (Rakshabandhan 2026 Muhurat) વિશે જાણીશું. આ પર્વ ભાઈ-બહેનના સ્નેહ (Brother-Sister Love), વિશ્વાસ અને પરસ્પર સુરક્ષાની કામનાથી સભર ભાવના વ્યક્ત કરવાનો તહેવાર છે.

વર્ષ 2026માં આ પાવન પર્વ સમયે ભદ્રાનો ઓછાયો નહિં રહે પરંતુ આ વર્ષે વર્ષ 2026નું આખરી ચંદ્રગ્રહણની સ્થિતિ સર્જાવા જઇ રહી છે. પણ સારી વાત એ છે કે, ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આથી રક્ષાબંધનના પર્વ પર એની અસરો વર્તાશે નહિં.

28 ઑગષ્ટે જ કેમ મનાવાશે છે રક્ષાબંધન? (Rakshabandhan 28 August 2026)

પંચાંગ અનુસાર, આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 28 ઑગષ્ટ 2026 (Rakshabandhan 2026 Festival, 28 August)ના દિવસે શુક્રવારના રોજ મનાવવામાં આવશે. પૂનમની તિથિ 27 ઑગષ્ટ સવારે લગભગ 9:08 વાગ્યે શરુ થશે અને 28 ઑગષ્ટ સવારે લગભગ 9:48 સુધી વિદ્યમાન રહેશે. ઉદયાતિથિના આધારે જોઇએ તો 28 ઑગષ્ટના રોજ રક્ષાબંધન મનાવવાનું શુભ ગણાશે. રાખડી (Rakhi) ખરીદવાથી માંડીને પૂજા કરવાની તૈયારી સુધી 28 ઑગષ્ટની તારીખ (Rakshabandhan 2026 Muhurat)ને ધ્યાનમાં રાખવાની રહેશે.

27 ઑગષ્ટના રોજ ભદ્નાનો ઓછાયો (Bhadra kal Rakshabandhan 2026)

ભાઇ-બહેનના સંબંધોમાં પ્રેમ, પોતીકાપણું અને એક-બીજાની પરવા કરવાની ભાવનાના દ્યોતક સમા રક્ષાબંધનનો તહેવાર આ વર્ષ 2026માં ઑગષ્ટ માસમાં આવી રહ્યો છે. બળેવ (Balev) તરીકે પણ જાણીતા આ તહેવાર વિશે લોકોના મનમાં તારીખ અંગે દ્વિધા છે. એનું કારણ એ છે કે આ શ્રાવણ મહિનામાં પૂર્ણિમા તિથિ બે દિવસ સુધી વિદ્યમાન રહેશે. આ સંજોગોમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, ખરેખર રક્ષાબંધન (Rakshabandhan 2026 Muhurat) ક્યારે મનાવવામાં આવશે? 27 ઑગષ્ટ કે 28 ઑગષ્ટ…કયા દિવસે ભાઇનો હાથ રાખડીથી સુશોભિત થશે?

રક્ષાબંધનના તહેવારે ભદ્રાકાળનું વિશેષ મહત્વ છે. આ વર્ષે 27 ઑગષ્ટે સવારે 9:08 વાગ્યાથી 9:32 વાગ્યા સુધી ભદ્રાનો સાયો રહેવાની જાણકારી વિદ્વાનો આપી રહ્યા છે. ધાર્મિક માન્યતાઓ અમુસાર, ભદ્રા દરમિયાન રાખડી બાંધવા જેવા શુભ કાર્યો કરવાથી બચવું જોઇએ. સારી બાબત એ છે કે, 28 ઑગષ્ટના રોજ રક્ષાબંધનના દિવસે ભદ્રાનો ઓછાયો નથી આથી રાખડી બાંધવા માટે સવારનો સમય (Rakshabandhan 2026 Muhurat) ભદ્રાકાળથી મુક્ત રહેશે.

આ શુક્રવારે પૂર્ણિમા પર ઉદયકાલીન ત્રિમુહૂર્ત વ્યાપ્ત હોવાથી રક્ષાબંધનનું પર્વ 28 ઑગષ્ટના રોજ મનાવાશે અને આ દિવસે શુક્રવાર હોવા ઉપરાંત અનેક શુભ યોગ પણ સર્જાવા જઇ રહ્યા છે. શ્રાવણી પૂનમે શતભિષા નક્ષત્ર, સુકર્મા યોગ અને મીન રાશિમાં ચંદ્રમાની સ્થિતિના સંયોગ રચાવા જઇ રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્રની દ્ર્ષ્ટિએ આ સંયોગો પર્વની શુભત્વમાં અભિવૃદ્ધિ કરશે.

ચંદ્રગ્રહણ

28 ઑગષ્ટે વર્ષનું આખરી ચંદ્રગ્રહણ (Chandragrahan 2026)

રક્ષાબંધનના દિવસે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ થવા જઇ રહ્યું છે જે સવારે 6 વાગીને 53 મિનિટથી માંડીને બપોરે 12 વાગીને 31 મિનિટ સુધીનું રહેશે અને એનો કુલ સમયગાળો લગભગ 5 કલાક અને 38 મિનિટનો રહેશે.

જો કે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહિં આથી ભારતમાં દેખાશે નહિં આથી ભારતમાં સૂતક કાળ માનવાની જરુર નથી. આથી રાખડી બાંધતી વખતે આ પર્વ પર ગ્રહણને લઇને કોઈ જાતની અનાવશ્યક ચિંતા કરવાની કોઇ જરુર નથી.

રાખડી બાંધતા આટલું ધ્યાન રાખવું (Rakhi Rituals)

રાખડી બાંધતી વખતે દિશાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાનુસાર, રાખડી (Rakhi) બંધાવતી સમયે ભાઈનું મુખ પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ તરફ રાખવાનું શુભ મનાય છે. બહેને ભાઈની સામે બેસીને વિધિ-વિધાન પૂર્વક તિલક કરવું જોઇએ અને પછી કાંડા પર રક્ષાસૂત્ર બાંધવું જોઇએ.

રાખડી બાંધવાનું ઉત્તમ મુહૂર્ત

રક્ષાબંધને સવારથી સાંજ સુધીના મુહૂર્ત (Rakshabandhan 2026 Muhurat)

અમૃત ચોઘડિયું- સવારે 6:08 થી 10:53 વાગ્યા સુધી

અભિજીત મુહૂર્ત- બપોરે 12:04 થી 12:53 વાગ્યા સુધી

શુભ ચોઘડિયું- બપોરે 12:28 થી 2:03 વાગ્યા સુધી

અપરાન્હ કાળ (બપોરનું મુહૂર્ત)- બપોરે 1:44 થી સાંજે 4:16 સુધી

ચર ચોઘડિયું- સાંજે 5:13 થી 6:48 વાગ્યા સુધી

રાખડી બાંધવાનું ઉત્તમ મુહૂર્ત કયું? 

રક્ષાબંધને કેટલાયે શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે આથી તમે તમારા પરિવારની સુવિધા અનુસાર સમય પસંદ કરી શકો છો. ખાસ કરીને અભિજીત મુહૂર્ત અને અપરાન્હ કાળને ધ્યાનમાં રાથીને રાખડી બાંધવાની પરંપરા અનેક પરિવારોમાં પ્રચલિત છે. જો કે શહેર મુજબ સ્થાનિક પંચાંગ અનુસાર મુહૂર્ત (Rakshabandhan 2026 Muhurat) માં કેટલીક મિનિટોનું અંતર હોઇ શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ભાઈને આ રક્ષાબંધને ખવડાવો ઘરે બનાવેલી ચૉકલેટ, ઝટપટ થઇ જશે તૈયાર!

આ પણ વાંચો: રક્ષાબંધન પર સૂર્ય-ગુરુની થશે મહાકૃપા…28 ઑગષ્ટથી આ 3 રાશિઓનો સ્વર્ણિમ કાળ પ્રારંભ..!