Lifestyle News :શિયાળાની ગુલાબી ઠંડી આમ તો સૌને ગમે છે, પણ આ ઋતુ પોતાની સાથે કેટલીક તકલીફો પણ લઈને આવે છે. તેમાં સૌથી સામાન્ય સમસ્યા છે – ‘ફાટેલા હોઠ’ (Chapped Lips). ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઠંડીમાં આપણા ગાલ કે કપાળની ચામડી થોડી ડ્રાય થાય છે, પણ હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે અને હસવામાં કે બોલવામાં પણ તકલીફ પડે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખા શરીરની ચામડીમાં માત્ર હોઠ જ કેમ આટલા સંવેદનશીલ હોય છે? આજે અમે તમને લંડનના હેલ્થ એક્સપર્ટના અભિપ્રાય સાથે આનું સાચું કારણ અને દાદીમાના જમાનાના 5 રામબાણ ઈલાજ જણાવીશું.

હોઠ (Lips) કેમ જલ્દી ફાટી જાય છે?
અમેરિકાની એક હેલ્થ વેબસાઈટ સાથે વાત કરતા લંડનના ડૉક્ટરે આની પાછળનું વિજ્ઞાન સમજાવ્યું છે.
તેલની ગ્રંથિઓનો અભાવ: આપણા ચહેરા અને શરીરની ત્વચામાં કુદરતી રીતે તેલ પેદા કરતી ગ્રંથિઓ (Oil Glands) હોય છે, જે ચામડીને ભીની રાખે છે. પરંતુ કુદરતે આપણા હોઠમાં આવી કોઈ ઓઈલ ગ્લેન્ડ્સ આપી નથી. તેથી હોઠ પોતાની જાતે મોઈશ્ચરાઈઝ થઈ શકતા નથી.
ચામડીના લેયર્સ: ચહેરાની ચામડી લગભગ 16 લેયર્સની બનેલી હોય છે, જ્યારે હોઠની ચામડી માત્ર 3 થી 5 લેયર્સની બનેલી હોય છે. ડૉક્ટરના મતે, હોઠની ચામડી ચહેરા કરતા 6 ગણી પાતળી હોય છે. આથી ઠંડો પવન સીધો જ હોઠને નુકસાન પહોંચાડે છે અને હોઠ સુકાઈ જાય છે.

આપણે કરીએ છીએ આ 3 મોટી ભૂલો
હોઠ (Lips) ફાટવા પાછળ માત્ર ઠંડી જ નહીં, આપણી કેટલીક આદતો પણ જવાબદાર છે:
જીભ ફેરવવી (Licking): જ્યારે હોઠ સુકાય છે ત્યારે આપણે અજાણતા તેના પર જીભ ફેરવીએ છીએ. આપણી લાળ (Saliva) માં પાચન ઉત્સેચકો હોય છે જે હોઠની નાજુક ચામડીને બાળી નાખે છે અને જ્યારે લાળ સુકાય છે ત્યારે હોઠ વધુ ફાટે છે.
પાણી ઓછું પીવું: શિયાળામાં તરસ ઓછી લાગે છે એટલે આપણે પાણી ઓછું પીએ છીએ. આ ડિહાઇડ્રેશન (પાણીની અછત) ની સીધી અસર હોઠ પર દેખાય છે.
મોઢેથી શ્વાસ લેવો: શિયાળામાં શરદીને કારણે નાક બંધ હોય તો ઘણા લોકો મોઢેથી શ્વાસ લે છે. સતત હવાની અવરજવરથી હોઠ સુકાઈ જાય છે.

મોંઘા લિપબામને બદલે અપનાવો આ 5 દેશી ઈલાજ (Home Remedies)
બજારમાં મળતા કેમિકલ વાળા લિપબામ થોડીવાર અસર કરે છે, પણ આ દેશી નુસખાઓ કાયમી ઈલાજ છે:
શુદ્ધ દેશી ઘી અથવા માખણ: સૌથી જૂનો અને શ્રેષ્ઠ ઉપાય. રાત્રે સૂતા પહેલા નાભિમાં (ડૂંટીમાં) અને હોઠ પર હુંફાળું ગાયનું ઘી અથવા માખણ લગાવો. સવાર સુધીમાં હોઠ એકદમ મુલાયમ થઈ જશે.
દૂધની મલાઈ: મલાઈમાં નેચરલ ફેટ હોય છે. રોજ સવારે કે રાત્રે દૂધની તાજી મલાઈ હોઠ (Lips)પર લગાવીને 10 મિનિટ રહેવા દો. આનાથી હોઠનો કાળો રંગ પણ દૂર થશે અને તે ગુલાબી બનશે.
નાળિયેર તેલ (Coconut Oil): જો હોઠ (Lips) માંથી લોહી નીકળતું હોય તો નાળિયેર તેલ બેસ્ટ છે. તેમાં ફેટી એસિડ્સ હોય છે જે ઘા રુઝાવે છે અને મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. દિવસમાં 3-4 વાર લગાવી શકાય.
મધ અને ખાંડનું સ્ક્રબ: હોઠ (Lips) પર જામી ગયેલી મૃત ત્વચા (Dead Skin) કાઢવા માટે અઠવાડિયામાં એકવાર મધમાં થોડી ખાંડ ભેળવીને હળવા હાથે હોઠ પર ઘસો. યાદ રાખો, જોરથી ઘસવું નહીં.
ગુલાબજળ અને ગ્લિસરીન: રાત્રે સૂતા પહેલા ગુલાબજળ અને ગ્લિસરીન મિક્સ કરીને લગાવો. આ મિશ્રણ હોઠ (Lips) ને ફાટતા રોકે છે અને ચમક લાવે છે.

શું ખાવું જોઈએ? (Diet Tips)
ઘણીવાર વિટામિન્સની ઉણપથી પણ હોઠ (Lips) ફાટે છે. તમારા ખોરાકમાં વિટામિન B, આયર્ન અને ઝિંક યુક્ત ખોરાક (જેમ કે લીલા શાકભાજી, દૂધ, ડ્રાયફ્રૂટ્સ) સામેલ કરો. અને હા, દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવાનું ન ભૂલતા.
શિયાળામાં હોઠ (Lips) ફાટવા એ સામાન્ય છે, પણ તેની ઉપેક્ષા કરવી નહીં. હોઠ (Lips) ની ફાટેલી ચામડીને ક્યારેય દાંત કે નખથી ખેંચવી નહીં, તેનાથી ઇન્ફેક્શન થઈ શકે છે. કુદરતી ઉપાયો અપનાવો અને સ્મિત રેલાવતા રહો.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે.
આ પણ વાંચો: મહિલાઓ ખાસ વાંચો : શું વાળ ખરે છે અને ચહેરો ફિક્કો પડી ગયો છે? જાણો લોહી વધારવાની રીત
આ પણ વાંચો : મોંઘીદાટ ક્રીમ અને લોશન પણ જે કામ નથી કરતા, તે આ 5 કુદરતી તેલ કરશે: શિયાળામાં ડ્રાય સ્કિનને કહો બાય-બાય
