Not Set/ ડિફેન્ડિંગ ચેમ્પિયન CSKએ આગામી સિઝન માટે કસી કમર, આટલા ખેલાડીઓને કર્યા રિટેન

નવી દિલ્હી, ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપરકિંગ્સે (CSK)એ આગામી સિઝન પહેલા કમર કસી છે. CSK દ્વારા ૨૦૧૯ની IPL સિઝન માટે ૨૨ ખેલાડીઓને રિટેન કર્યા છે. જયારે ૨૦૧૮માં ચેમ્પિયન ટીમના ત્રણ ખેલાડીઓને CSKએ રિલીઝ કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, અત્યારસુધીમાં ત્રણવાર ચેમ્પિયન બની ચુકેલી CSKની ટીમની નજર હવે ચોથીવાર ચેમ્પિયન બનવા […]

Trending Sports

નવી દિલ્હી,

ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપરકિંગ્સે (CSK)એ આગામી સિઝન પહેલા કમર કસી છે. CSK દ્વારા ૨૦૧૯ની IPL સિઝન માટે ૨૨ ખેલાડીઓને રિટેન કર્યા છે.

જયારે ૨૦૧૮માં ચેમ્પિયન ટીમના ત્રણ ખેલાડીઓને CSKએ રિલીઝ કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, અત્યારસુધીમાં ત્રણવાર ચેમ્પિયન બની ચુકેલી CSKની ટીમની નજર હવે ચોથીવાર ચેમ્પિયન બનવા પર છે.

CSK દ્વારા ઈંગ્લેંડના ઝડપી બોલર માર્ક વુડ ઉપરાંત ભારતના કનિષ્ક સેઠ અને ક્ષિતિજ શર્માને પણ રિલીઝ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, IPLની ફ્રેન્ચાઇઝી ટીમોને ૧૫ નવેમ્બર સુધી આઈપીએલ સંચાલન સમિતિને ૨૦૧૯ની સિઝન માટેની નીલામી પહેલા પોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની જાણકારી આપવાની છે.