Lifestyle: જો તમને મૂંઝવણ એ બાબતની હોય કે બાળકો (Kids) અને વડીલો…બંનેને ભાવે એવી કોઈ વાનગી આ દિવસે કઈ બનાવી શકાય? તો આનો ઉત્તર છે સાબુદાણા વડા (Sabudana Vada Recipe)… આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી અત્યંત સૉફ્ટ હોય છે.
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી (Janmashtami 2026 Festival)નું પાવન પર્વ હવે નજીક છે. આ વર્ષે આ તહેવાર 4 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ વિશેષ દિવસે ભક્તગણ ઉપવાસ (Fast) કરીને કાન્હાની આરાધના કરે છે. આ સંજોગોમાં ફળ અથવા તો ફરાળ (Fruit or Faral) ખાઈને આ ઉપવાસ કરવામાં આવતો હોય છે.
આ વ્રતમાં કશુંક એવું ખાવાનું મન થાય છે કે જે સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ એનર્જેટિક (Energetic) પણ હોય! જો તમને મૂંઝવણ એ બાબતની હોય કે બાળકો (Kids) અને વડીલો…બંનેને ભાવે એવી કોઈ વાનગી આ દિવસે કઈ બનાવી શકાય? તો આનો ઉત્તર છે સાબુદાણા વડા (Sabudana Vada Recipe)… આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી અત્યંત સૉફ્ટ હોય છે. તો ચાલો જાણીએ એને ફટાફટ શી રીતે બનાવી શકાય એવી એક સરળ રેસિપી (Recipe) વિશે…જે તમારા તહેવારને વધુ આનંદપ્રદ બનાવી દેશે!

સાબુદાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
નવા વર્ષે જો તમે તમારા મેનુમાં કંઇક નવીન ઉમેરવા માગો છો તો સાબુદાણાના વડા શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે આ હૅલ્ધી અને ટેસ્ટી વાનગીને એક વાર ટ્રાય કરશો તો ચોક્કસ રેગ્યુલર રીતે બનાવતા થઇ જશો! સાબુદાણામાં પોષક તત્વો (Nutrition)ની ભરમાર હોય છે.
સ્વાસ્થ્ય (Health) માટે ફાયદાકારક એવા સાબુદાણાની કોઇ પણ વાનગી જેવી કે સાબુદાણા ખીચડી, સાબુદાણા ચીલા (Sabudana Khichadi, Sabudana Cheela) વગેરે તો તમે ખાધા જ હશે. પણ એકવાર આ નવીન રેસિપી (Sabudana Vada Recipe) ટ્રાય કરી જોજો…તમે એને આરોગીને આખો દિવસ ઊર્જાવાન મહેસૂસ કરશો. જે લોકો વેઇટ લૉસ જર્ની (Weight Loss Journey)ને સરળ બનાવવા માગે છે એમણે આ પોષણ યુક્ત વાનગીને એમના આહારમાં અવશ્ય સ્થાન આપવું જ જોઇએ. તો ચાલો જોઇએ, સાબુદાણાના વડા બનાવવાની રેસિપી અને એ માટે તમારે કઇ-કઇ સામગ્રીની આવશ્યકતા રહેશે?
શી રીતે બનાવશો સાબુદાણા વડા? (Sabudana Vada Recipe)
સાબુદાણા વડા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
1 કપ સાબુદાણા
3 મધ્યમ સાઈઝના બટાટા
અડધો કપ સીંગદાણા
2-3 સમારેલા લીલા મરચાં
2 ઈંચ છીણેલું આદુ
બારીક સમારેલી તાજી કોથમીર
સિંધાલૂણ સ્વાદાનુસાર
અડધી ચમચી કાળા મરીનો પાવડર
1 નાની ચમચી લીંબુનો રસ
સીંગતેલ (તળવા માટે)

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક કપ સાબુદાણા (Sabudana)ને સારી રીતે ધોઈને 4-5 કલાક ડૂબે એટલા જ પાણીમાં પલાળી રાખવા. જેથી એ ફૂલીને કોરા થઇ જાય. એમાં પાણી ન રહેવું જોઈએ.
2. 3 બટાટા (Potatoes)ને બાફીને ઠંડા કરી લો અને એને મૅશ કરી લેવા.
3. સીંગદાણા (Peanuts)ને શેકીને ફોતરા કાઢીને અધકચરા વાટી લેવા.
4. હવે પલાળીને કોરા કરેલા સાબુદાણામાં મૅશ કરેલા બાફેલા બટાટા, શેકીને વાટેલા સીંગદાણા, લીલા મરચાં, સિંધાલૂણ (ઉપવાસ માટેનું ખાસ મીઠું, Rock Salt), કાળા મરીનો પાવડર અને લીંબુનો રસ મિક્સ કરવો.
5. આ તમામ સામગ્રીને હાથ વડે સારી રીતે મિક્સ કરી લો અને એક લોટ જેવું બાંધી લો.
6. હથેળીમાં થોડું ઘી કે તેલ લગાવતા જઈને આ મિશ્રણના ગોળા બનાવો અને એને દબાવીને ટિક્કી જેવો આકાર આપો.
7. આ દરમિયાન, કડાઈમાં સીંગતેલ ગરમ કરવા મૂકવું.
8. તેલ ગરમ થાય એટલે સાવધાની પૂર્વક કાંટા વડે વચ્ચે પ્રિક કરેલા વડા તળવા મૂકો. આનું કારણ એ છે કે પ્રેશરના કે રહી ગયેલા પાણીના ભાગને કારણે વડા ફૂટે નહિં અને તેલ ઉડે નહિં!
9. વડાને બંને તરફ મધ્યમ તાપે સોનેરી ક્રિસ્પી થવા દો. તમે ડીપ ફ્રાયના સ્થાને અપ્પમ પૅનમાં સ્હેજ ઘી લગાવીને શેલો ફ્રાય પણ કરી શકો છો.
તો તૈયાર છે ગરમાગરમ સ્વાદસભર સાબુદાણા વડા….જેને તમે ઉપવાસમાં ખાઈ શકાય એવી કોપરા-સીંગદાણાની કે કોથમીર-ફુદીનાની ચટણી (Chutney) સાથે સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
