Lifestyle: અહિં અમે તમને તમારા કિચનમાં જ હાજર કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને ફરીથી ચાંદીની પાયલ કે આભૂષણોને નવા જેવા ચમકાવવામાં મદદરુપ થાય એવા ઘરગથ્થુ નુસખા (Silver Cleaning Tips) દર્શાવીશું…
લગ્નની સિઝન હોય કે હોય રોજ પહેરવાની પાયલ…મહિલાઓને ઝાંઝર (Silver Payal) સહિતના ચાંદીના ઘરેણા પહેરવા અત્યંત પસંદ હોય છે. આ સઘળા ઘરેણાંમાં પગમાં પહેરવાની પાયલ પગની સુંદરતામાં અભુવૃદ્ધિ કરે છે. જો કે, હવા, ભેજ અને પરસેવાના કારણે આ ઝાંઝર કાળાશ પકડે છે અને એની ચમક ઝાંખી થઈ જાય છે. આ સંજોગોમાં મહિલાઓ મૂંઝવણ અનુભવે છે કે નવી નક્કોર લાગે એ માટે આ ચાંદીની પાયલ કે આભૂષણો (Silver jewelery) નું શું કરવું? એને સોની પાસે ધોવડાવવાની પણ જરુર નથી…અહિં અમે તમને તમારા કિચનમાં જ હાજર કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને ફરીથી એને નવા જેવી ચમકાવવામાં મદદરુપ થાય એવા ઘરગથ્થુ નુસખા (Silver Cleaning Tips) દર્શાવીશું…

Silver Cleaning Tips…કાળી પડેલી ચાંદીને ફરી ચમકાવો! (Silver Cleaning Tips)
તમારા કિચનમાં જ હાજર કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને ફરીથી એને નવા જેવી ચમકાવવામાં મદદરુપ થાય એવા ઘરગથ્થુ નુસખા (Silver Cleaning Tips) દર્શાવીશું…
1. બેકિંગ સોડા અને એલ્યુમિનિયમ ફોઈલ (Baking Soda & Aluminum Foil)
ચાંદીના ઝાંઝર, છડાં અને પાયલને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક વાસણમાં પાણી ઉકાળો અને એમાં એક ટુકડો એલ્યુમિનિયમ ફોઇલનો ઉમેરી દો. હવે એમાં એક ચમચી બેકિંગ સોડા અને કાળી પડી ગયેલી પાયલ રાખી દો. રાસાયણીક પ્રક્રિયા થવાથી મેલ તરત જ દૂર થઈ જાય છે અને 2-5 મિનિટ બાદ પાયલને પાણીમાંથી કાઢીને બ્રશથી હળવા હાથે સાફ કરી લો અને પાણીથી ધોઈ લો. તમારી ચાંદીની પાયલ નવા જેવી ચમકી જશે!
2. સરકો અને બેકિંગ સોડા (Vinegar & Baking Soda)
જીદ્દી કાળાશને દૂર કરવા માટે સરકા અર્થાત્ વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે એક વાડકીમાં અડધો કપ વિનેગર અને 2 ચમચી બેકિંગ સોડા મિક્સ કરી લો. આ મિશ્રણમાં તમારી ચાંદીની પાયલને 2 તી 3 કલાક માટે પલાળી રાખો. નિશ્ચિત સમયાવધિ બાદ એને કાઢીને ઠંડા પાણીથી ધોઇને સુતરાઉ કપડાથી લૂછી લો. તમે એની ચમક જોઇને હેરાન થઈ જશો!

4. ટૂથપેસ્ટનો કમાલ (Toothpaste)
ટૂથપેસ્ટ ન ફક્ત દાંત સ્વચ્છ કરે છે પરંતુ ચાંદીના આભૂષણોને ચમકાવવાનું કામ પણ જાદુઈ રીતે કરે છે. આ માટે થોડી સફેદ ટૂથપેસ્ટને પાયલ પર લગાવો અને જૂના ટૂથબ્રશની મદદથી ધીમે-ધીમે ઘસો. એને 5 મિનિટ માટે એમનેમ છોડી દો અને પછી નવશેકા પાણીથી ધોઈ લો. તમારી પાયલ ચમકી જશે!
3. મીઠું અને લીંબુ (Lemon & Salt)
લીંબુમાં નેચરલ બ્લીચીંગના ગુણ હોય છે અને એ કાળાશ દૂર કરે છે. આથી એક લીંબુને વચ્ચેથી કાપી ઉપર ઘણું બધું મીઠું લગાવો અને કાળી પડેલી પાયલ પર ધીમે-ધીમે રગડો…10 મિનિટ ઘસ્યા બાદ, એને ગરમ પાણી વડે ધોઈ લો. એની કાળાશ તથા પીળાપણું બંને ગાયબ થઈ જશે!
5. આમલીનું પાણી (Tamrid Water)
જૂના સમયે ચાંદી અને તાંબાના વાસણોને સ્વચ્છ કરવા માટે આમલીનો ઉપયોગ કરવામાં આવતો હતો. એને વાપરવા માટે આમલીને થોડા પાણીમાં ભીંજાવીને એનો પલ્પ તૈયાર કરી લો. આ પલ્પ અથવા તો આમલીના ખાટા પાણીમાં થોડી વાર માટે ચાંદીની પાયલ બોળી રાખો, ત્યાર બાદ એને બ્રશથી ધોઈને સાફ કરી લો. આમલીનો એસિડ ચાંદીની ચમકને તરત જ પાછી લઈ આવે છે!
