Lifestyle: જો તમે ઘરમાં ગાર્ડન કે મીની ગાર્ડન બનાવો છો તો રોજ નીકળતો રસોડાનો કચરો (Kitchen Waste) તમારા કામે આવી જશે…આ 4 વસ્તુઓને ફેંકવાના બદલે તમે ખાતર તરીકે વાપરી શકો છો.
આજ-કાલ ઘરમાં છોડ વાવણી (Plantation) વધી ગઈ છે કારણ વરસાદની સિઝન છે. છોડવાં ઘરના વાતાવરણને આનંદપ્રદ તો બનાવે જ છે વળી હવાને પણ સ્વચ્છ બનાવે છે અને મીની ગાર્ડન સુંદરતા વધારે છે. જો કે, ઘરમાં વાવેલા પ્લાન્ટ્સની સંભાળ રાખવી પડે છે અને એમાં યોગ્ય રીતે ખાતર-પાણી ન આપવામાં આવે તો એ કરમાઈ શકે છે. આ સંજોગોમાં જો તમે માર્કેટમાંથી ખાતર લાવવાનું વિચારતા હો તો ભૂલી જજો! તમારા રસોડાના વેસ્ટને તમે કચરામાં ફેંકતા પહેલા આ લેખ વાંચી લેજો પછી તમારો ફર્ટિલાઇઝરનો ખર્ચ બચી જશે!
તમારા કિચનમાં જ એવી કેટલીયે વસ્તુઓ હાજર છે જેને તમે નકામી ગણીને કચરાપેટીમાં ફેંકી દો છો…કેળાની છાલ હોય કે ઈંડાના ફોતરા…શાકભાજીની છાલ કે ચાની વપરાયેલી પત્તી…યોગ્ય રીતે વાપરવાથી આ વસ્તુઓ પ્લાન્ટ્સની માટીને પોષણ આપવામાં મદદરુપ થાય છે. જો તમે ઘરમાં ગાર્ડન કે મીની ગાર્ડન બનાવો છો તો રોજ નીકળતો રસોડાનો કચરો (Kitchen Waste) તમારા કામે આવી જશે…આ 4 વસ્તુઓને ફેંકવાના બદલે તમે ખાતર તરીકે વાપરી શકો છો.
આ 4 કિચન વેસ્ટમાંથી ખાતર બનાવો (Make Fertilizer from Kitchen Waste)
આ 4 વસ્તુઓને ફેંકવાના બદલે તમે ખાતર તરીકે વાપરી શકો છો.

1. કેળાની છાલ (Banana Peels)
કેળા ખાઈને ઘણા લોકો સીધા જ ડસ્ટબીનમાં નાખે છે! પણ આ જ છાલ (Kitchen Waste) તમારા વહાલા છોડવાઓનું ખાતર બની શકે છે. કેળાની છાલમાં પૉટેશિયમ અને ફૉસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે જે છોડના વિકાસ (Plant Growth)માં મદદ કરે છે. એના ટુકડા કરીને કમ્પોસ્ટમાં મિક્સ કરવા એ ઉત્તમ રીત છે.
2. ચાના કૂચા (Tea Waste)
ચા ગાળ્યાં પછી વધેલા કૂચાને સીધા જ કૂંડાની માટીમાં ન નાખવી કારણ એમાં ખાંડ અને દૂધ મિક્સ હોય છે. એને પહેલા સારી રીતે ધોઈ લેવું અને પછી સૂકવી દેવી. અથવા તો તમે માટીમાં ખાડો કરીને આ સાફ કૂચા નાખીને માટી દબાવી શકો છો. એમાં હાડર ઓર્ગેનિક મેટર માટીની ક્વૉલિટી સુધારે છે.
3. શાકભાજીની છાલ (Vegetable Peels)
રસોઈ કર્યા બાદ દરરોજ કિચનમાંથી નીકળતી બટાટા, ગાજર, દૂધી વગેરે શાકભાજીની છાલને ફેંકવાની જગ્યાએ કમ્પોસ્ટમાં સામેલ કરવાથી એના ટુકડા ધીમે-ધીમે તૂટીને ઓર્ગેનિક કમ્પોસ્ટનો ભાગ બની જાય છે અને પ્લાન્ટ્સને પોષણ આપે છે.
4. ઈંડાની છાલ (Eggshell)
જો તમે ઈંડાનું સેવન કરતા હો તો એની છાલને સુકવ્યા પછી પીસીને ઉપયોગમાં લઈ શકો છો. ઈંડાની છાલમાં કેલ્શિયમ હોય છે જો છોડના વિકાસ માટેના જરુરી હોય છે. આ માટે ઈંડાની છાલને સારી રીતે ધોઈને સુકવી લેવી એને થોડી માત્રામાં કમ્પોસ્ટ કે માટીમાં પણ મિકસ કરી શકાય છે.
અહિં ધ્યાન એ રાખવું કે કોઈ પણ ખાદ્ય પદાર્થને સીધો જ કૂંડામાં ન નાખવો પણ એને નિર્દેશ કર્યા મુજબ જ ખાતર તરીકે વાપરવો. તમારો કિચન વેસ્ટ (Kitchen Waste) છોડ માટે બેસ્ટ બની શકે છે!
આ પણ વાંચો: પૈસાની ખેંચ થશે દૂર…ધનદોલતમાં થશે વૃદ્ધિ…ઘરમાં લગાવો આ 8 છોડ..!
આ પણ વાંચો: કૂંડામાં શી રીતે ઉગાડશો ફ્રેન્ચ મેરીગોલ્ડ? બાલ્કની કે ટેરેસ પર આ રંગબેરંગી ફૂલોનો છોડ વાવવાની ટિપ્સ..!
આ પણ વાંચો: ચોમાસું વિદાય લે એ પહેલા ઘરે કેળ વાવો, શિયાળો આવતા તો ફળથી લચી પડશે!
