Lifestyle: જન્માષ્ટમીના તહેવારે માખણ-મિસરી ધરાવવાની પરંપરા છે. જો તમે આ જન્માષ્ટમીના પાવન પર્વ પર ઘરે જ માખણ તૈયાર કરવા માગો છો પણ રોજની ભેગી કરેલી મલાઈમાંથી અથવા તો દૂધમાંથી માખણ કાઢવાનો સમય નથી તો અહિં તમને એવી ટ્રિક (Butter Making Trick) બતાવવા જઈ રહ્યાં છીએ જેની મદદથી તમે તમારા બાળગોપાળ માટે ઘરના દેશી ઘીનો ઉપયોગ કરીને જ માખણ બનાવી શકશો!
જન્માષ્ટમી (Janmashtami 2026)નો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના સ્વરુપે મનાવવામાં આવે છે. સમગ્ર ભારતભરમાં એને અતિ ઉત્સાહથી મનાવવામાં આવે છે. આ દિવસે ભક્તજનો કનૈયા (Lord Krishna)ની પસંદની વસ્તુઓને ધરાવીને પૂજા કરે છે. આવામાં સૌથી પહેલા તો માખણ-મિસરી… જે કાન્હાને અતિ પ્રિય છે એ યાદ આવ્યા વિના કેમ રહે?

જન્માષ્ટમીના તહેવારે ફરાળ ખાઈને વ્રત કરવાની અને માખણ-મિસરી (Makhan-Mishri) ધરાવવાની પરંપરા છે. જો તમે આ જન્માષ્ટમીના પાવન પર્વ પર ઘરે જ માખણ તૈયાર કરવા માગો છો પણ રોજની ભેગી કરેલી મલાઈમાંથી અથવા તો દૂધમાંથી માખણ કાઢવાનો સમય નથી તો અહિં તમને એવી ટ્રિક બતાવવા જઈ રહ્યાં છીએ જેની મદદથી તમે તમારા બાળગોપાળ માટે ઘરના દેશી ઘીનો ઉપયોગ કરીને જ માખણ બનાવી શકશો! એને મિસરી સાથે મિક્સ કરીને કાન્હાને પ્રસાદરુપે (Prasad) અર્પણ કરી શકાય છે. તો ચાલો જાણીએ…ઘીમાંથી માખણ જેવું મિશ્રણ તૈયાર કરવાની સરળ ટ્રિક વિશે…
ઘીમાંથી માખણ તૈયાર કરવાની સરળ ટ્રિક (Butter Making Trick from Ghee)
માખણમાંથી ઘી તો બધા બનાવે છે પણ ઘીમાંથી માખણ બનાવવાની આ અનોખી ટ્રિક છે. તો જાણીએ એને બનાવવાની વિધિ અને સામગ્રી (Ingredients) વિશે…
સામગ્રી
2-3 ચમચી શુદ્ધ દેશી ઘી (પીગળેલું પણ ગરમ નહિં)
3-4 ચમચી બરફ જેવું ઠંડુ પાણી
1-2 ચમચી ઠડુ દૂધ અથવા મલાઈ
સ્વાદાનુસાર મિસરી (ખડી સાકરનો ભૂકો, બૂરુખાંડ)

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક ઊંડા અને ઠંડા બાઉલમાં દેશી ઘી (Desi Ghee) લો. ધ્યાન રાખવું કે ઘી પીગળેલું હોય પણ ગરમ ન હોય.
2. હવે એમાં ઠંડુ દૂધ અથવા તો થોડી મલાઈ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ, થોડો-થોડો બરફ (Ice Cubes) નાખીને સતત ફેંટતા રહો.
3. લગભગ 2 થી 5 મિનિટ સુધી ફેંટ્યા બાદ મિશ્રણનું ટેક્ષ્ચર બદલાઇ જશે અને હળવું ક્રીમી દેખાવા લાગશે. બરફના ટુકડા કાઢી લેવા.
4. હવે આ મિશ્રણને થોડી વાર માટે ફ્રિઝમાં મૂકી દો. ઠંડુ થયા બાદ, એની બનાવટ ઓર બહેતર બનશે.
5. એને બહાર કાઢી લો અને પછી એને ફરીથી હલાવી લો. આ તૈયાર માખણને નાની વાડકીમાં કાઢીને એમાં મિસરી અર્થાત્ બૂરું ખાંડ (Rock Sugar) ઉમેરી દો અને સારી રીતે મિક્સ કરી લેવું.
6. તમે ઈચ્છો તો એમાં ઈલાયચી પાવડર પણ ઉમેરી શકો છો.
તો તૈયાર છે તમારો દેશી ધીમાંથી બનેલો માખણ-મિસરીનો પ્રસાદ…જેના પર તુલસીના પાન (Tulsi Leaves) સજાવીને તમે કાન્હાને ધરાવી શકો છો.
આ પણ વાંચો: કેવળ 1 ગ્લાસ દૂધ અને તાજા નાળિયેરની હલવાઈ સ્ટાઇલ મીઠાઈ બનાવો…વ્રત માટે પરફેક્ટ રેસિપી…
