Dharma & Bhakti/ અવસાન બાદ શબને જમીન પર જ શા માટે રાખવાની પરંપરા છે? ગરુડ પુરાણમાં છે પંચતત્વોથી સંલગ્ન રહસ્ય..!

ગરુડ પુરાણ (Garud Puran)માં મૃત્યુ અને એ પછી કરવામાં આવતા સંસ્કારોનો સવિસ્તાર ઉલ્લેખ છે. અંતિમ સંસ્કાર અગાઉ શબને…

Trending Religious Rashifal Dharma & Bhakti
Garud Puran અનુસાર શબને જમીન પર કેમ સૂવાડવામાં આવે છે?

Dharm & Bhakti: સનાતન હિન્દુ ધર્મ (Hindu Dharm)માં મૃત્યુ બાદ મૃત્યુ બાદ મૃતકના શરીર સાથે અમુક પરંપરાઓ નિભાવવામાં આવે છે. ગરુડ પુરાણ (Garud Puran)માં મૃત્યુ અને એ પછી કરવામાં આવતા સંસ્કારોનો સવિસ્તાર ઉલ્લેખ છે. અંતિમ સંસ્કાર અગાઉ શબ (Dead Body)ને સ્નાન કરાવવું, નવા વસ્ત્રો પહેરાવવા અને કેટલાક સમય સુધી જમીન પર સુવડાવવાની પરંપરા છે. તો આખરે શબને જમીન પર સુવાડવા પાછળ શી માન્યતા છે અને જીવનમાં એનો શો સંદેશ છે એ વિશે વિસ્તૃતપણે જાણીશું…

પંચતત્વો સાથે સંબંધ

સનાતન ધર્મની માન્યતાનુસાર, માનવ શરીરને પાંચ તત્વો (Five Elements)થી રચાયેલું માનવામાં આવે છે. એમાં પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ (earth, water, air, fire and sky) સામેલ છે. એવું કહે છે કે ,મોત (Death) થાય એ પછી શરીર મૂળ તત્વો પાસે પરત ફરે છે. અંતિમ સંસ્કારની વિવિધ પરંપરાઓને આ જ માન્યતા સાથે જોડીને જોવામાં આવે છે.

ગરુડ પુરાણ

શબને શા માટે જમીન પર રાખવામાં આવે છે? (Garud Puran)

અંતિમ સંસ્કારની તૈયારીઓ અગાઉ થોડા સમય માટે શબ ( corpse)ને જમીન પર સુવાડવાની પરંપરા (Ritual) શરીરને પ્રકૃતિ તરફ પાછું વાળવાની પ્રક્રિયાનો સંકેત છે. એવી માન્યતા છે કે, જે ધરતી સાથે શરીરનો સંબંધ રહ્યો મૃત્યુ બાદ એ જ ધરતીમાં એની વાપસીની પ્રક્રિયાની આ રીત છે.

માટી સાથે જોડાણ

આ ઉપરાંત, શબ જમીન પર રાખવામાં એવો સંદેશ પણ દર્શાવાયો છે કે મનુષ્ય જીવનમાં ભલેને કેટલી સંપત્તિ, સફળતા કે પ્રતિષ્ઠા મેળવી લે અંતે તો એમનું શરીર માટીમાં જ મળી જવાનું છે. આથી આ પરંપરા વ્યક્તિને અહંકાર (Ego)થી દૂર રહેવાનું અને પોતાના મૂળને યાદ કરવાનો સંદેશ આપે છે.

જીવન નશ્વર છે

મૃત દેહને ધરતી પર રાખવાની આ પરંપરા જીવિત લોકોને એક ગહન સંદેશ આપે છે અને જે યાદ અપાવે છે કે જીવનમાં કોઈ પણ વસ્તુ સ્થાયી નથી અને દેહ પણ નશ્વર (Mortal) છે. ધન, પદ, પ્રતિષ્ઠા જીવનભર સાથે રહે છે પણ વ્યક્તિના કર્મ (Karma) જ એની વાસ્તવિક ઓળખ છે.

નવીન યાત્રાનો સંકેત

હિન્દુ માન્યતાનુસાર, મૃત્યુ જીવન (Life)નો અંત નથી પરંતુ આત્મા (Soul)ની એક નવી યાત્રાનો પ્રારંભ માનવામાં આવે છે. શબને જમીન પર રાખવાની પરંપરા એનું પ્રતીક છે કે, સાંસારિક જીવનનો અધ્યાય પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે શરીરને પ્રકૃતિને સમર્પિત કરવા તરફ આગળ ધપવાનું છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો : શું દીકરીઓ માતા-પિતાની ચિતાને અગ્નિ આપી શકે? જાણો ગરુડ પુરાણના નિયમો

આ પણ વાંચો : મૃત્યુ પછી આત્માની સફર…ગરુડ પુરાણ શું કહે છે?…તેરમાની વિધિ અને સંસ્કાર શાથી જરુરી છે?

આ પણ વાંચો : ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે…આ મહા પાપ બનશે અકાળ મૃત્યુનું કારણ…!