Dharm & Bhakti: હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણ (Garuda Puran)નું વિશેષ સ્થાન છે. આ માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવન અને મૃત્યુના રહસ્યોનું જ્ઞાન પણ છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ જીવનમાં કરેલા કર્મ અને પાપ કેવળ વર્તમાન જન્મમાં જ નહિં પણ આત્માની યાત્રા અને જન્મ-મરણના ચક્ર પર પણ ગાઢ અસરો નાખે છે એમ જણાવ્યું છે. ગરુડ પુરાણમાં કેટલાક એવા પાપ (Sins)નો ઉલ્લેખ કરાયો છે જે ન કેવળ મનુષ્યની ઉંમર ઓછી કરી શકે છે અને એ ઉપરાંત, અકાળ મૃત્યુ (Premature Death)નું કારણ પણ બની શકે છે. આ પાપ આત્માને નરકના માર્ગે લઇ જાય છે અને જીવનમાં ગંભીર સમસ્યાઓ સર્જે છે.
ગરુડ પુરાણ (Garuda Puran)માં દર્શાવેલા મહા પાપ

બ્રાહ્મણોનું અપમાન
પ્રમુખ પાપ છે બ્રાહ્મણો (Brahmin)નું અપમાન કરવું અને હિંસા કરવી! ધર્મગ્રંથોમાં જણાવેલું છે કે, જ્ઞાન અને સંસ્કારનો આદર કરવો અત્યંત જરુરી છે. બ્રાહ્મણ કે વિદ્વાનોનું અપમાન સામાજીક અનુશાસનને તોડે છે એટલું જ નહિં પણ વ્યક્તિના આત્મા પર પણ વિપરીત અસર કરે છે.
માતા-પિતાનો તિરસ્કાર કરવો
બીજું મોટુ પાપ છે માતા-પિતા (Parents), ગુરુ અને દેવતાઓનો તિરસ્કાર કરવો! જીવનમાં જેટલું સન્માન અને કૃતજ્ઞતા આપણે આપણા માતા-પિતા, શિક્ષકો અને ભગવાન પ્રત્યે દર્શાવીએ એટલું જ આપણુ જીવન સુખી બનશે.
પારકી સ્ત્રી સાથે વ્યભિચાર કરવો
આ ઉપરાંત, પારકી સ્ત્રી સાથે વ્યભિચાર (Adultery)કરવો, જૂઠ્ઠું બોલવું, ચોરી કરવી, જીવ હત્યા અને માંસાહાર પણ એવા પાપ છે જે મનુષ્યને આત્મિક તમસ તરફ દોરી જાય છે. આ કર્મ માત્ર સમાજ નહિં પણ પોતાના આત્માને પણ હાનિ પહોંચાડે છે.

પરંતુ ગરુડ પુરાણ માત્ર પાપની ચેતવણી નથી આપતું પરંતુ, એનાથી બચવાના ઉપાય પણ દર્શાવે છે. એ કહે છે કે જો આપણે નિયમાનુસાર, ભગવાન વિષ્ણુની પૂજા કરીએ, ગંગા સ્નાન કરીએ, દાન કરીએ અને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરીએ તો આ મહાપાપના પ્રભાવને ક્ષીણ કરી શકાય છે. સત્ય બોલવું, અહિંસા કરવી, અને શુદ્ધ આહાર આત્માને પવિત્ર બનાવે છે.

ગરુડ પુરાણ અનુસાર, આપણુ જીવન આપણા કર્મોનું ફળ છે. સારા કર્મ (Good Karma) આપણને સ્વર્ગ તરફ લઇ જાય છે અને ખરાબ કર્મ (Bad Karma) આપણને નરક તરફ ધકેલે છે!
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!
