Dharm & Bhakti: બારમા પછીની તેરમાની વિધિ અને સંસ્કાર શા માટે જરુરી છે અને આ તેર દિવસો દરમિયાન, શું મૃતકનો આત્મા એના કુટુંબીજનોની આસપાસ ભટક્યા કરે છે ખરો? આ વિશે ગરુડ પુરાણ (Garuda Puran)માં શું લખ્યું છે?
કોઈ પણ મનુષ્યનો અંતિમ પડાવ તો મૃત્યુ (Death) જ છે! આ એક એવું અકળ સત્ય છે જેને કોઇ નકારી શકતું નથી. હિન્દુ સનાતન ધર્મ (Hindu Religion)માં મૃત્યુ બાદ, આત્માની યાત્રા અંગે અનેક રહસ્યમયી માન્યતાઓ જાણવા મળે છે.

ગરુડ પુરાણ (Garuda Puran) શું કહે છે?
ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 પુરાણો પૈકીનું એક પુરાણ છે. ગરુડ પુરાણ એ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) અને ગરુડના સંવાદરુપે લખાયેલો ગ્રંથ છે.જેમાં વર્ણવ્યા અનુસાર, આત્મા મૃત્યુ બાદ કેવળ શરીરનો ત્યાગ જ નથી કરતી પરંતુ એક નિશ્ચત યાત્રામાંથી પસાર થાય છે જેમાં મરણ પછીના કુલ 13 દિવસો મહત્વપૂર્ણ છે.
આ સમયાવધિ દરમિયાન જે-જે સંસ્કારો કરવામાં આવે છે એ નિશ્ચિતરુપે દિવંગત આત્માની આગળની ગતિને પ્રભાવિત કરે છે. તો ચાલો જાણીએ કે, બારમા પછીની તેરમાની વિધિ (Terma ni Vidhi) અને સંસ્કાર શા માટે જરુરી છે અને આ તેર દિવસો દરમિયાન, શું મૃતકનો આત્મા એના કુટુંબીજનોની આસપાસ ભટક્યા કરે છે ખરો? તો ચાલો, આ વિશે ગરુડ પુરાણમાં શું લખ્યું છે એ વિસ્તૃત રીતે જાણીએ…
મૃત્યુ પછી આત્માની પ્રથમ યાત્રા
કોઇ પણ કુટુંબીજનના મૃત્યુ બાદ ગરુડ પુરાણ પાઠ કરવાની એક પરંપરા ચાલતી આવે છે અને એ પરિવાર અને આત્મા બંનેની માનસિક શાંતિ તથા અધ્યાત્મિક શાંતિ (Mental Peace, Spiritual Peace) માટે કરવામાં અથવા કોઇ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવે છે.

ગરુડ પુરાણમાં દર્શાવ્યા અનુસાર, શરીરમાંથી પ્રાણ છૂટી જાય ત્યારબાદ આત્માને યમદૂતો પરલોકમાં લઇ જાય છે અને ત્યાં એને એના સંપૂર્ણ જીવનના કર્મોનો હિસાબ જણાાવાય છે. ત્યારબાદ, આ આત્માને થોડા સમય માટે ફરીથી પૃથ્વી પર મોકલવામાં આવે છે જેથી એ પોતાના અંતિમ સંસ્કારની ક્રિયા નિહાળી શકે અને પોતાના કુટુંબીજનો સાથે જોડાયેલી આખરી ક્ષણોને અનુભવી શકે!
13 દિવસ સુધી પરિવારની આસપાસ રહે છે આત્મા
ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછી 13 દિવસો સુધી આત્મા પોતાના ઘર અને પરિવારજનોની જ આસપાસ રહે છે. એ પોતાના પ્રિયજનોના દુખ અને શોકને મહેસૂસ કરે છે પરંતુ એમની સાથે સંવાદ સાધી શકતી નથી. શાસ્ત્રોક્ત રીતે, આ તેર દિવસના સમય દરમિયાન આત્મા પોતાના જીવનના કર્મો પર વિચાર કરે છે અને મોહ બંધનોમાં બંધાયેલી હોય છે.

પિંડદાનનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક માન્યતાનુસાર, આત્મા (Soul)ની પરલોક યાત્રા કઠિન હોય છે. જે પ્રકારે કોઇ લાંબી યાત્રામાં ભોજનની આવશ્યકતા રહે છે એ જ રીતે પિંડદાન કરવાથી આત્માને આગળની યાત્રા માટે ઊર્જા પ્રાપ્ત થાય છે. આ કર્મ દિવંગત આત્માની યમલોક યાત્રામાં સહાયક બને છે અને એને આગળ વધવામાં મદદ કરે છે.
તેરમાની વિધિ અને સંસ્કારનું મહત્વ
વ્યક્તિના મૃત્યુના 13મા દિવસે કરવામાં આવતા તેરમાના સંસ્કારને મોહ-બંધન સમાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે.આ દિવસે કરવામાં આવનારા અનુષ્ઠાનો બાદ આત્માને આગળની યાત્રા માટે મુક્ત થયેલો માનવામાં આવે છે. આ સંસ્કારને આત્માને આ સંસારમાંથી અંતિમ વિદાય આપવાની પ્રક્રિયાના સ્વરુપે જોવામાં આવે છે, જેથી એ પોતાની ભાવિ અકળ યાત્રાનો પ્રારંભ કરી શકે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!
આ પણ વાંચો:
આ પણ વાંચો:
