Dharm & Bhakti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર, લોખંડની વીંટી અર્થાત્ મુદ્રિકા (Iron Ring) એક આભૂષણ જ નથી પણ સુરક્ષા કવચ છે. એવું કહેવાય છે કે, જે લોકોની સાડા સાતી અથવા તો શનિની ઢૈયા ચાલી રહી હોય એમના માટે આ વીંટી પહેરવી અત્યંત શુભ સાબિત થઇ શકે છે.
માન્યતા છે કે, આ વીંટીને ધારણ કરનારી વ્યક્તિનો દુર્ઘટનાઓ (Accidents)થી બચાવ થાય છે અને એમને માનસિક શાંતિ (Mental Peace) મળે છે. પરંતુ, સાથે-સાથે એ પણ જાણવું જરુરી છે કે, દરેક વ્યક્તિને આ વીંટી ફળતી નથી!
અહિં અમે તમને એવી 5 રાશિઓ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ માત્ર તેમના માટે જ લોખંડની વીંટી પહેરવી શુભ (Shubh) સાબિત થઇ શકે છે.

લોખંડની વીંટી (Iron Ring) પહેરવાના ફાયદા
જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, લોખંડની વીંટી જે લોકોને સૂટ કરે છે એમના જીવનમાં સુખ સુવિધાઓની કમી થતી નથી. આવા લોકો પર શનિદેવ (Shanidev)ની વિશેષ કૃપા રહેવાથી શનિની સાડા સાતી અને ઢૈયા (Sade Sati & Dhaiyya)નો પણ ખરાબ પ્રભાવ પડતો નથી. આ વીંટી રંકને પણ રાજા બનાવવા માટે સમર્થ છે.
કઈ-કઈ રાશિઓ માટે શુભ છે આ લોહ મુદ્રિકા?
વિશેષ કરીને, કુંભ અને મકર રાશિ (Kumbh Rashi & Makar Rashi)ના જાતકો માટે લોખંડ ધાતુને ધારણ કરવી શુભ માનવામાં આવે છે કારણ કે, આ રાશિઓના સ્વામી શનિ દેવ છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી લોખંડ શનિ ગ્રહ (Shani Grah)ની જ ધાતુ મનાય છે, જેથી આ બે રાશિઓને લોહ મુદ્રિકા વધારે ફળે છે. આ ઉપરાંત, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ (Kark, Vrushik, Meen)ના જાતકો માટે પણ એને ધારણ કરવી ઉત્તમ માનવામાં આવે છે.

લોખંડની વીંટી પહેરવાના નિયમો
1. લોખંડની વીંટીને શનિવાર (Saturday)ના દિવસે ધારણ કરવી જોઇએ.
2. શનિવારે સવારે આ વીંટીને એક વાડકીમાં સરસવનું તેલ અથવા તલનું તેલ (Mustard oil or Sesame oil) લઇને એમાં ડુબાડી રાખવી.
3. સાંયકાળે શનિ દેવની પૂજા કરીને એમની કૃપાપ્રાપ્તિ માટે 108 વાર ‘ॐ શં શનેશ્વરાય નમ:’ મંત્રનો જાપ કરવો.
4. આ વીંટીને તમારી મધ્યમા આંગળી (Middle finger)માં ધારણ કરવી જોઇએ.
5. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે, વીંટીને શનિવારે સૂર્યાસ્ત પછી ધારણ કરવી જોઇએ.

સુરક્ષા કવચની જેમ કાર્ય કરે છે આ વીંટી
એવું કહેવાય છે કે, આ લોખંડની વીંટી કોઈની ખરાબ નજર તથા નકારાત્મક શક્તિઓથી બચાવે છે.
જે લોકો વારંવાર બીમાર પડે છે એમના માટે એ સ્વાસ્થ્ય રક્ષક (Health Guard)નું કાર્ય કરે છે.
શનિની સાડા સાતી અને શનિની ઢૈયાના દુષ્પરિણામોથી રક્ષા કરે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!
આ પણ વાંચો:
આ પણ વાંચો: રક્ષાસૂત્ર ઉતાર્યા બાદ ભૂલથીયે ન કરવું આ કામ…અજાણતા છીનવાઇ શકે છે સુખ-ચેન…!!
