Not Set/ બુલેટ ટ્રેનમાં સંપાદિત થયેલ જમીનના મુદ્દે ખેડૂતોએ રેલી કાઢી કર્યું વિરોધ પ્રદર્શન

નંદેલાવ, બુલેટ ટ્રેનમાં સંપાદિત થયેલ જમીનના મુદ્દે ભરૂચના નંદેલાવ બ્રિજથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ત્યારે ખેડૂતો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. મળતી માહિતી મુજબ મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા-નગર હવેલીમાથી પસાર થાય છે. ત્યારે જમીનોની બજાર કિમતની જાહેરાત કલેક્ટર દ્વારા આજ દિન […]

Gujarat Trending

નંદેલાવ,

બુલેટ ટ્રેનમાં સંપાદિત થયેલ જમીનના મુદ્દે ભરૂચના નંદેલાવ બ્રિજથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ત્યારે ખેડૂતો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. મળતી માહિતી મુજબ મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા-નગર હવેલીમાથી પસાર થાય છે.

ત્યારે જમીનોની બજાર કિમતની જાહેરાત કલેક્ટર દ્વારા આજ દિન સુધી કરવામાં આવી નથી. તેમજ આ પ્રોજેકટ થી પર્યાવરણ ઉપર થનારી અસરોનો અભ્યાસ કર્યા વિના જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યુ..તેવા આક્ષેપો સાથે ભરૂચ જીલ્લામાં આવેલ મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટના દાયરામાં ખેડૂત આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો.

સરકારના મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટને મોટો ફટકો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ જિલ્લામાંથી પસાર થનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ સરકારને એક ઇંચ પણ જમીન આપવાની ના પાડી સરકાર સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે.