કહેવત છે કે ભૂવો ધૂણે, પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે…. આવું જ ગુજરાતના ભૂતપૂર્વ સીએમ નરેન્દ્ર મોદી પીએમ થયા પછી થયું છે…. ગુજરાતને મળતા માર્ગ યોજનાઓની સાથે-સાથે રાજ્યને મળતી રેલ્વે યોજનાની સગવડોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે…. તેમણે અત્યાર સુધીની સરકારોમાં ગુજરાતને થયેલા લગભગ બધા જ અન્યાયને પાછળ છોડી દીધો છે અને તેનો પુરાવો હોય તો ગુજરાતમાં રેલ્વેની બધી જ લાઇન બ્રોડગેજ થઈ ગઈ અને તેનું ઇલેક્ટ્રિફિકેશન થઈ રહ્યુ છે તે છે….
ગુજરાત માટે તાજેતરમાં જ ભરૂચથી ભાવનગરને જોડતો બ્રિજ (Railway Bridge) બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી…. આ હાઇવે છેક રાજકોટ જામનગર સુધી લંબાતા સુરતથી સૌરાષ્ટ્ર રોડ માર્ગે મુસાફરી શક્ય બનશે….હવે આ મુસાફરી ફક્ત રોડ પૂરતી જ મર્યાદિત નહીં રહે, સુરતથી સૌરાષ્ટ્રની મુસાફરી પણ રેલ્વે માર્ગે શક્ય બનશે…. આમ સુરત અને સૌરાષ્ટ્ર રોડ અને રેલ્વે માર્ગે જોડાઈ શકશે…. બીજા શબ્દોમાં કહીએ તો સૌરાષ્ટ્રવાસીઓને દક્ષિણ ગુજરાતની રોડ અને રેલ કનેક્ટિવિટી આગામી દાયકાના સમયગાળામાં મળશે…..

રેલ્વેએ દહેજ અને ભાવનગર રેલ્વે સી લિંક પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી છે….તેના કારણે સૌરાષ્ટ્રથી સુરત માત્ર ત્રણ કલાકમાં પહોંચી જવાશે અને મુંબઈ તો ફક્ત છ કલાકમાં પહોંચી જવાશે…. રેલ્વે બોર્ડે ગુજરાતમાં પ્રથમ 40 કિ.મી. લાંબા સી લિંક પ્રોજેક્ટના અંતિમ સરવે સ્થાનને મંજૂરી આપી દીધી છે…. આ સાથે ડીપીઆર (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવા પણ મંજૂરી આપવામાં આવી છે…..
ભરૂચના દહેજ અને ભાવનગર વચ્ચે દરિયાઈ માર્ગ પર બાંધવામાં આવનાર સી લિંક રેલ્વે પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતની સાથે મુંબઈને પણ જોડશે. આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ રેલ્વે સી લિંક પ્રોજેક્ટ છે….
હાલમાં ભાવનગરથી સુરતનું 530 કિ.મી.નું અંતર કાપવામાં નવ કલાકનો સમય લાગે છે…/ આ પ્રોજેક્ટ પૂરો થતાં આ અંતર ઘટીને ફફક્ત 160 કિ.મી. થઈ જશે અને ફક્ત ત્રણ કલાકમાં કાપી શકાશે… અત્યાર સુધી અમદાવાદ, વડોદરા અને આણંદ થઈને 500 કિ.મી.નું વધારાનું અંતર કાપવું પડતું હતું, પરંતુ આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવ્યા પછી વધારાનું અંતર કાપવું નહીં પડે….

દરિયામાં બનનારા બ્રિજના કારણે વિશેષ મહત્વવાળી બનનારી આ રેલ્વે લાઇન ભાવનગર રેલ્વે સી-લિંકથી દહેજ થઈને સીધી ભરૂચ પહોંચશે અને ત્યાંથી તેઓ સુરતથી મુસાફરી ત્રણ કલાકમાં અને મુંબઈની ફક્ત છ કલાકમાં પૂરી કરશે….
ગુજરાતમાં પ્રથમ 40 કિ.મી. સી-લિંક પ્રોજેક્ટમાં કોસ્ટર રેલ્વે લાઇનની વાત કરીએ તો તેમા દહેજ-જંબુસર-કઠાણા, ખંભાત, ધોલેરા-ભાવનગર, ભાવનગર-મહુવા-પીપાવાવ, પીપાવાવ-છારા, સોમનાથ-સારડિયા, પોરબંદર-દ્વારકા-ઓખાનો સમાવેશ થાય છે…..
તેની સાથે-સાથે ગુજરાતમાં 924 કિલોમીટર લાંબી દરિયાકાંઠાની રેલ્વે લાઇન પણ નાખવામાં આવશે…. 924 કિ.મી. લાંબી કોસ્ટલ રેલ્વે લાઇનના નિર્માણ માટે રેલ્વે મંત્રાલયે ઝોનલ રેલ્વેને તેના અંતિમ સ્થાનનો સરવે કરવા માટે રૂ.23 કરોડ આપ્યા છે…. આ નવી રેલ્વે લાઇનનો સૌથી વધારે ફાયદો પ્રવાસીઓને થશે….

ભાવનગર-ભરૂચ રોડ પ્રોજેક્ટ શરૂ થયા પછી સૌરાષ્ટ્રવાસીઓને લાંબો ફેરો નહીં કરવો પડે અને ઉત્તર ગુજરાતના રસ્તા પરનું ભારણ ઘટશે…. આ જ રીતે ભાવનગરથી રેલ્વે સી લિંકનો પ્રોજેક્ટ પૂરો થયા પછી સૌરાષ્ટ્રવાસીઓનો સમય નોંધપાત્ર પ્રમાણમાં બચી જશે…..
લોકો નોકરી કરવા માટે ભાવનગરથી સુરત અપડાઉન કરે તો આશ્ચર્ય નહીં થાય….આ રેલ્વે પ્રોજેક્ટ પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપશે અને તેની સાથે રોજગારની તકોનું સર્જન પણ કરશે…. આ પ્રોજેક્ટ ટ્રાફિકની સ્થિતિ પણ સુધારશે અને તેના લીધે રસ્તા પરના ટ્રાફિકનું ભારણ પણ ઘટશે…. તેના કારણે અકસ્માતોની સંભાવનામાં પણ ઘટાડો થશે….
ભાવનગરથી મુંબઈ વચ્ચે હાલનું અંતર લગભગ 780 કિ.મી.નું છે, આ રેલ્વે સી લિંક પ્રોજેક્ટના કારણે આ અંતર ઘટીને 370 કિલોમીટર થઈ જશે…. આ જ રીતે રાજકોટ-મુંબઈ વચ્ચે 737 કિલોમીટરનું અંતર છે તે ઘટીને 430 કિલોમીટર થઈ જશે. જામનગર-મુંબી વચ્ચેનું 812 કિલોમીટરનું અંતર ઘટીને 490 કિલોમીટર થઈ જશે….
હાલમાં મુંબઈથી વડોદરા-અમદાવાદ થઈને જામનગર, ભાવનગર અને રાજકોટ પહોંચવામાં 12 કલાક લાગે છે…. આ દહેજ-ભાવનગર રેલ્વે સી લિંક બન્યા પછી આટલા લાંબો ફેરો કરવાની જરૂર નહીં પડે…. આ સમય ઘટીને પાંચથી સાત કલાકનો જ થઈ જશે…. તેમા પણ જો રેલ્વેએ પ્રતિ કલાક 200 કિ.મી. ઝડપવાળી સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવી તો સૌરાષ્ટ્રી મુંબઈનું અંતર ત્રણ કલાકમાં પૂરું કરવું પણ શક્ય બનશે….
આમ સરકારે હાથ ધરેલી યોજના તો મહત્વાકાંક્ષી છે, પણ આ યોજનાના આડે સરકારી તુમારશાહી ન આવી તો લાખો લોકોને તેના કારણે ફાયદો થશે…. કેટલાય લોકોના જીવનમાં નોંધપાત્ર ફેરફાર આવશે. તેમા પણ કાઠિયાવાડીઓનું તો જાણે જીવન જ બદલાઈ જશે… તેઓને દક્ષિણ ગુજરાત અને તેમા પણ ખાસ કરીને સુરત તથા વલસાડમાં જવા માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જે લાંબી પ્રદક્ષિણા કરવી પડતી હતી તેનો અંત આવી જશે. તેઓ સીધા જોડાઈ જશે….
આમ એકબાજુએ સૌરાષ્ટ્રથી સુરત સીધુ પડશે તો બીજી બાજુએ સુરતીલાલાઓ માટે કાઠિયાવાડ ઢૂંકડું પડશે…. સુરતીઓના લોચા પણ કાઠિયાવાડ જોઈ શકશે તો બીજી બાજુ કાઠિયાવાડની વાનગીઓનો રસથાળ સુરતીઓ કદાચ પહેલાં કરતાં વધુ સારી રીતે માણી શકશે….વિકાસની આ રેસમાં સુરત અને સૌરાષ્ટ્ર જાણે ખભેખભા મિલાવી દોડશે તેવી સ્થિતિ સર્જાશે…..
આ પણ વાંચો:હવે પેસેન્જર ટ્રેનો પણ બની સુપરફાસ્ટ, દેશભરમાં દોડશે 3 હજાર વંદે ભારત મેટ્રો, ગુજરાતથી થશે પ્રારંભ
આ પણ વાંચો:ગુજરાતમાં દોડશે દેશની પહેલી વંદે ભારત મેટ્રો, પહેલી ટ્રેન પહોંચી સાબરમતી, જાણો શું છે તૈયારીઓ
આ પણ વાંચો:મેટ્રોના વિસ્તરણ માટે ગુજરાત સરકારે કેન્દ્રને 25,000 કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન
