Nagpur News : નાગપુર હિંસા કેસમાં પોલીસે માસ્ટરમાઈન્ડ ફહીમ શમીમ ખાનની ધરપકડ કરી છે. બીજીતરફ તોફાની ટોળાએ મહિલા પોલીસ અધિકારીના કપડા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. ઔરંગઝેબના પુતળાને બાળવાને કારણે મહારાષ્ટ્રના નાગપુરમાં 17 માર્ચે ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસાના સંદર્ભમાં પોલીસે બુધવારે માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનની ધરપકડ કરી હતી. તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
ફહીમ ખાને 500 થી વધુ તોફાનીઓને ભેગા કર્યા હતા અને હિંસા ભડકાવી હતી. અથડામણ દરમિયાન તોફાનીઓએ મહિલા પોલીસ અધિકારીના કપડાં ઉતારવાનો અને તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો.ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં આ માહિતી પ્રકાશમાં આવી છે. રાત્રિના અંધારાનો લાભ લઈને, ભાલદારપુરા ચોક પાસે તોફાનીઓએ મહિલા અધિકારી સાથે અભદ્ર કૃત્ય કર્યું હતું.છેડતી ઉપરાંત, ફરજ પરના મહિલા અધિકારીઓને અન્ય મહિલા પોલીસ કર્મચારીઓ પ્રત્યે અશ્લીલ હરકતો અને અભદ્ર ટિપ્પણીઓ કરીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઘટનાસ્થળે તૈનાત રેપિડ કંટ્રોલ પોલીસ અધિકારીએ તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓને ઘટનાની જાણ કરી. ફરિયાદ બાદ, બદમાશો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.નાગપુરમાં થયેલી હિંસા બાદ સંભાજીનગરમાં ઔરંગઝેબના મકબરા પાસે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ઔરંગઝેબની કબર જોવા આવતા પ્રવાસીઓના નામ, મોબાઈલ નંબર અને આધાર કાર્ડની તપાસ કરવામાં આવી રહી છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ 17 માર્ચે નાગપુરમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન, ગાયના ગોબરથી ભરેલું લીલું કાપડ બાળી નાખવામાં આવ્યું હતું. વીએચપીના મતે, આ ઔરંગઝેબની પ્રતીકાત્મક કબર હતી.આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, નાગપુરના મહાલ વિસ્તારમાં સાંજે 7:30 વાગ્યે હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ ગઈ. તોફાનીઓએ ઘરો પર પથ્થરમારો કર્યો અને રસ્તા પર પાર્ક કરેલા ડઝનબંધ વાહનોમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી.
પોલીસ પર પણ હુમલો થયો. કુહાડીના હુમલામાં ડીસીપી નિકેતન કદમ ઘાયલ થયા. પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. રાત્રે ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યાની વચ્ચે જૂના ભંડારા રોડ નજીક હંસપુરી વિસ્તારમાં બીજી અથડામણ થઈ.૧૮ માર્ચે હિંસા બાદ નાગપુરના ૧૧ વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. હિંસામાં 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં 3 ડીસીપીનો પણ સમાવેશ થાય છે. પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે, જેમાંથી એક ICUમાં દાખલ છે. તોફાનીઓએ 12 બાઇક, ઘણી કાર અને 1 JCB સળગાવી દીધી.
પોલીસે રમખાણોના આરોપસર 50 લોકોની ધરપકડ કરી છે.તે જ સમયે, સંભાજીનગરમાં ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કબર તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. આવતા-જતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના કબરનું પર સુરક્ષા વધારી, બજરંગ દળ અને VHP એ હટાવવાની કરી માંગ
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં GB સિન્ડ્રોમના 225 કેસ! 12નાં મોત, 15 વેન્ટિલેટર પર
