Ahmedabad News/ સાઇટ બની રકતરંજીત!,આંબાવાડીમાં સેન્ટ્રીંગની પાટ ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં બાંધકામ સાઇટ (Construction Site) પર સેન્ટ્રીંગ પાટ તૂટી પડતા બે શ્રમિકોના મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. પોલીસ તપાસ ચાલુ છે.

Top Stories Ahmedabad Gujarat
Construction Site

Ahmedabad Construction Site Accident: અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં બાંધકામ સાઇટ (Construction Site) પર થયેલી ગંભીર દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જ્યારે એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ બનાવને લઈને વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ પાછળ આવેલી ‘હેપ્પીનેસ’ નામની રહેણાંક બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. વર્ધમાન ડેવલપર્સ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં આજે સવારે અંદાજે 10થી 11 વાગ્યાની વચ્ચે ચોથા માળે સેન્ટ્રીંગની પાટ બાંધવાનું કામ ચાલી રહ્યું હતું.

કામ કરતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા

આ દરમિયાન અચાનક સેન્ટ્રીંગની પાટ ધસી પડતા ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાસ્થળ પર જ બે શ્રમિકોના મોત

ઘટનાની જાણ થતા એલિસબ્રિજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતક બંને શ્રમિકો રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. એક મૃતક ઉદયપુર જિલ્લાના અને બીજો ડુંગરપુર જિલ્લાના હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. મૃતકોના પરિવારજનોને માહિતી આપવામાં આવતા તેઓ અમદાવાદ આવવા રવાના થયા હતા. પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને બાંધકામ સાઇટ (Construction Site) પર સલામતી વ્યવસ્થાને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Construction Site ની સલામતી પર સવાલો

સ્થાનિક જાણકારોના જણાવ્યા પ્રમાણે, બાંધકામ સાઇટ (Construction Site)પર તે સમયે પ્લાસ્ટર સંબંધિત કામગીરી ચાલી રહી હતી. ઉપરના માળે પાલક બાંધવામાં આવી હતી અને તેના પર ત્રણ શ્રમિકો ઊભા રહી કામ કરી રહ્યા હતા. અચાનક પાલક નબળી પડતા તે તૂટી ગઈ અને ત્રણેય શ્રમિકો નીચે પટકાયા હતા. નિયમો અનુસાર બાંધકામ સ્થળે કાર્યરત મજૂરોને જરૂરી સુરક્ષા સાધનો પૂરા પાડવા ફરજિયાત હોય છે. આવી પરિસ્થિતિમાં ડેવલપર દ્વારા સલામતીના પૂરતા સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તે મુદ્દે હવે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, ઘટના સવારે સર્જાઈ હતી, છતાં સાંજ સુધી પોલીસને જાણ કરવામાં આવી નહોતી, જેના કારણે મામલો છુપાવવાનો પ્રયાસ થયો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાહનોનો ખૂની ભટકો, મોરબી શહેરમાં એક જ બે અલગ અલગ અકસ્માત, CCTVમાં દ્રશ્યો કેદ

આ પણ વાંચો: અમદાવાદમાં રોડ અકસ્માતનો કહેર યથાવત, રોંગસાઇડ કારએ એક્ટિવા ચાલકને ઉડાવ્યો

આ પણ વાંચો: ગઢડા-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, બે યુવાનોના મોત, એક ગંભીર ઇજાગ્રસ્ત