Gujarat News/ નવા વર્ષની શરૂઆતથી વાતાવરણમાં આવશે પલટો

Atmosphere માં નવા વર્ષની શરૂઆત સાથે જ ફેરફાર જોવા મળશે

Gujarat
atmosphere

Gujarat News : નવા વર્ષની શરૂઆત સાથે જ રાજ્યના વાતાવરણમાં ફેરફાર (Atmosphere) જોવા મળશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે. જોકે 2 જાન્યુઆરીથી વાતાવરણ (Atmosphere)ફરી ખુલ્લું બનશે.

Atmosphere માં ફેરફાર સાથે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે

વાતાવરણ (atmosphere)માં ફેરફાર સાથે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે

ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 11 જાન્યુઆરીએ હાડ થીજવતી ઠંડીનો એક મોટો રાઉન્ડ આવવાની આગાહી છે.18થી 21 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપોની અસર રહેશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો અનુભવાશે. 24 જાન્યુઆરી આસપાસ ફરીથી કડકડતી ઠંડી પડશે.

વર્ષ 2026નો જાન્યુઆરી મહિનો કુલ મળીને ઠંડો રહેશે. એટલું જ નહીં, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ નવા વર્ષની શરૂઆતમાં જ વાતાવરણ (Atmosphere) માં નવા ફેરફારો જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  અમદાવાદના વાતાવરણમાં પલ્ટો, અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

આ પણ વાંચો:  વાતાવરણમાં પલ્ટો, ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ

આ પણ વાંચો:  વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો નાનાપોંઢા સહિતના વિસ્તારોમાં વરસાદ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો કેરીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ અન્ય તાલુકાઓમાં વાદળછાયું