હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી છે. કચ્છના મુંદ્રા અને માંડવીમાં આભ ફાટતા 8-8 ઇંચ વરસાદ પડ્યો છે, તો નખત્રાણા 6 ઇંચ અને અબડાસામાં 3 ઇંચ વરસાદ પડતા સ્થિતિ વિકટ બની ગઈ છે અને અનેક જગ્યાઓએ વરસાદથી પાણી ભરાયા છે.
ભારે વરસાદથી કચ્છમાં આવેલો ગોધાતડ ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ 30 ગામોને પાણી પુરૂ પાડે છે. આ ઉપરાંત લખપતમાં મોટા ભાગના નાની સિંચાઇના ડેમો પણ ઓવરફ્લો થયા છે, જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.
કચ્છમાં ભારે વરસાદ બાદ ડેમની સાથે સાથે નદીઓ પણ નવા પાણી આવ્યા છે અને વહેતી થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
