Ambaji OBC Unity Rally : ગુજરાતની રાજનીતિને લઈને નવા વર્ષના પ્રથમ જ દિવસે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. બનાસકાંઠાના અંબાજી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે એકતા અને શક્તિ પ્રદર્શનનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
2027ના ચૂંટણી જંગ પહેલા બનાસની ધરતી પરથી રાજકીય હાકલ કરવામાં આવી છે. અંબાજીમાં OBC એકતાના નામે વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

108 વાહનોના કાફલા સાથે આગેવાનોનું આગમન
આ પ્રસંગે પાટણના નોરતાથી અંબાજી સુધી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 108 વાહનોના લાંબા કાફલા સાથે આગેવાનો અંબાજી પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર માર્ગ પર શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું.
SC/ST અને OBC સમાજની એકતા માટે આહ્વાન
કાર્યક્રમ દરમિયાન SC/ST અને OBC સમાજની એકતા મજબૂત કરવાની અપીલ કરવામાં આવી હતી. સમાજના હિતો અને અધિકારો માટે સંગઠિત થવાની વાત પર ભાર મૂકાયો હતો.

આ કાર્યક્રમનું આયોજન સદારામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર આયોજનમાં 1008 ગ્રુપની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. કાર્યક્રમને રાજકીય વર્તુળોમાં 2027ની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. અંબાજી ખાતે યોજાયેલા આ શક્તિ પ્રદર્શનથી ગુજરાતની રાજનીતિમાં આગામી દિવસોમાં નવી ચર્ચાઓ શરૂ થવાની શક્યતા છે.
