Banaskantha News/ બનાસકાંઠાના દિયોદરમાં ખનીજ ચોરો બેફામ

બનાસકાંઠાના દિયોદરમાં ખનન માફિયા બેફામ બન્યા છે. દિયોદરમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે. આ ચોરાયેલા ખનીજોની રીતસર ભરબજારે મોટા વાહનોમાં અવરજવર કરવામાં આવી રહી છે. આ ખનીજો અને માટીની બેરોકટોક અવરજવર છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠાના દિયોદરમાં ખનન માફિયા બેફામ બન્યા છે. દિયોદરમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે. આ ચોરાયેલા ખનીજોની રીતસર ભરબજારે મોટા વાહનોમાં અવરજવર કરવામાં આવી રહી છે. આ ખનીજો અને માટીની બેરોકટોક અવરજવર છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ખનીજ માફિયા બેફામ બનતા અનેક સવાલો ઉઠ્યા છે. મામલતદાર અને ખાણખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. ખનીજ માફિયા રાતદિવસ ખનીજની ચોરી કરી રહ્યા છે. આમ કાયદાનો સરેઆમ ભંગ કરીને બિન્દાસ ખનીજચોરી કરવામા આવી રહી છે.

કાયદાની એસીતેસી કરી ખુલ્લેઆમ થઈ રહી છે બિન્દાસ ખનીજ ચોરી કરવામાં વી રહી છે. આ ખનીજ માફિયા રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી તેઓની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતા નથી. ખનીજ માફિયા બિન્દાસ બનતા દિયોદરના મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા છે. રાજકીય દબાણ હેઠળ અધિકારીઓ મૌન બનતા ખનીજ માફિયા રાતદિવસ ખનીજની ચોરી કરી રહ્યા છે.

આ રીતે રાજકીય ઓથ હેઠળ ફૂલતાફાલતા ખનીજ ચોરો પછી ખનીજ માફિયા બનીને બેસી જાય છે. તેમના પર રાજકરણીઓના ચારેય હાથ હોવાથી પોલીસ અને વહીવટીતંત્ર કશું કરી શકતું નથી. આ બતાવે છે કે ઉત્તર ગુજરાત ખનીગ ચોરો માટે સ્વર્ગ બની ગયું છે. કોઈ અટકાવનાર નથી, કોઈ કહેનાર નથી. તંત્રના હાથ બાંધેલા છે. ચોરો માટે ખુલ્લુ મેદાન છે. લોકો ત્રાહિમામ થાય નહીં ત્યાં સુધી કોઈ પગલાં લેવામાં આવતા નથી. કેટલાય સમયથી ખનીજ ચોરીની રાવ ઉઠી છે, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. સામાન્ય લોકોની ફરિયાદ તો ઠીક વિધાનસભ્યની ફરિયાદ પછી પણ કાર્યવાહી થતી ના હોય તો પછી તો વાત જ ક્યાં રહી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 2000 કરોડ રૂપિયાની સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો: ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત, ખેતરમાં વાહનોમાંથી ઝડપાયા દારૂનાં બોક્ષ