Gujarat News/ અમદાવાદ-જૂનાગઢમાં ધોધમાર વરસાદ:12 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ, નવરાત્રિમાં ભારે વરસાદની સંભાવનાઃ પરેશ ગોસ્વામી

અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે

Top Stories Ahmedabad Gujarat

Gujarat News : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ, એટલે કે 20થી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી ઝાપટાંની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે સુરત અને ભરૂચમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાં પાડવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતાં તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 7 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, રાજકોટ, પંચમહાલ, ગાંધીનગરમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભાવનગર, બોટાદ, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર- હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, અમદાવાદમાં સવારે 5 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં એસ. જી. હાઈવે, પ્રહલાદનગર, જીવરાજ, વેજલપુર, સેટેલાઈટ, વસ્ત્રાપુર, શિવરંજ, જમાલપુર, ખાડીયા, સી. જી. રોડ, શાહીબાગ, શેલા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

22 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં નવરાત્રિની શરૂઆતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 28 સપ્ટેમ્બરથી લગભગ 2-3 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે.

કોઈક ભાગમાં 8 ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં 4થી 6 ઇંચ, થવાની શક્યતા રહેશે, તે સિવાય કેટલીક નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે છે. આ વરસાદથી વીજ પ્રપાતથી જાન-માલની જાળવણી એ હિતાવહ છે.હવામાન વિભાગ દ્વારા આગામી 7 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, રાજકોટ, પંચમહાલ, ગાંધીનગરમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભાવનગર, બોટાદ, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.જૂનાગઢમાં મોડીરાત બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે. હાલમાં પડી રહેલા વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.

સવારથી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ધેરાયેલું છે. વરસાદને લઈને ખેલૈયામાં ચિંતા જોવા મળી રહી છે.ઉના શહેરમાં વરસાદના લાંબા વિરમબાદ આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. અડધા કલાકમાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે અને હજુ પણ વરસાદ શરૂ છે. નવરાત્રિ પૂર્વે ધોધમાર વરસાદ શરૂ થતા ખેલૈયાઓમાં નિરાશા ફેલાઈ છે.

અમદાવાદમાં ધીમીધારે પડી રહેલાં વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે. સરદાર પટેલ ચાર રસ્તા પાસેનો અંડરબ્રિજ બંધ કરાયો છે.2025નું ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે, ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ, ગાજવીજ સાથે વરસાદ અને પવનની આગાહી!

આ પણ વાંચો:અંબાલાલે કરી સૌથી ખતરનાક આગાહી, અહી પડશે ભારે વરસાદ

આ પણ વાંચો:નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં ગરબે રમશે વરસાદ, છ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી