Surat News/ સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં નવો વળાંક: બિલ્ડરની કાર પર ‘MLA ગુજરાત’ પ્લેટથી ઉઠ્યા સવાલો

સુરતના નાસીરનગર ડિમોલિશન કેસ (Surat Nasirnagar Demolition)માં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. બિલ્ડરની કારમાં ‘MLA ગુજરાત’ લખેલી પ્લેટ જોવા મળતાં રાજકીય પ્રભાવ અંગે ચર્ચા તેજ બની છે. બીજી તરફ જમીન માલિક પારસી મહિલાનો વીડિયો પણ ચર્ચામાં છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Nasirnagar Demolition:કરોડોની જમીન, બિલ્ડર અને ‘MLA’ પ્લેટ...

Surat News: કતારગામ દરવાજા નજીક આવેલા નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન (Surat Demolition)નો મુદ્દો દિવસેને દિવસે વધુ ગરમાતો જઈ રહ્યો છે. સમગ્ર ઘટનાક્રમમાં હવે નવા ખુલાસાઓ સામે આવતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં બિલ્ડર સાથે સંકળાયેલી એક લક્ઝુરિયસ કાર પર ‘MLA ગુજરાત’ લખેલી નેમપ્લેટ જોવા મળતાં અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટનાએ સમગ્ર મામલાને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધો છે.

બિલ્ડરની મુલાકાત બાદ વધ્યો વિવાદ

માહિતી મુજબ, વિવાદિત જમીનના મૂળ માલિક ગણાતી વયોવૃદ્ધ પારસી મહિલાના નિવાસસ્થાને બિલ્ડર સંજય લાખાણી પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમની કાર પર ‘MLA ગુજરાત’ લખેલી પ્લેટ જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય પ્રભાવ અને સંભવિત દબાણ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Surat Nasirnagar Demolition: જમીન માલિકનો વીડિયો આવ્યો સામે

આ સમગ્ર મામલે જમીનના મૂળ માલિક ગલુબેન પાલિયાએ વીડિયો જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમના પરિવારે ભૂતકાળમાં અનેક જાહેર હિતના કાર્યો માટે મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની કિંમતની જમીન દાનમાં આપી છે.તેમણે વધુમાં કહ્યું કે વિવાદિત જમીન પર લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો (Surat Nasirnagar Demolition) અને ઝૂંપડાં ઉભા થઈ ગયા હતા, જેના કારણે તેમને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

‘રાજકીય લાભ માટે મુદ્દો ઉછાળાઈ રહ્યો છે’

ગલુબેન પાલિયાના જણાવ્યા અનુસાર, વર્ષો સુધી તેમની ખાનગી મિલકત પર ગેરકાયદેસર કબજાઓ થતા રહ્યા ત્યારે કોઈએ તેમની સમસ્યાઓ તરફ ધ્યાન આપ્યું નહોતું. હવે કેટલાક લોકો રાજકીય લાભ મેળવવા માટે સમગ્ર ઘટનાને અલગ દિશામાં રજૂ કરી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

પાલિકા તંત્ર સામે પણ ઉઠ્યા સવાલો

આ સમગ્ર ઘટનાક્રમ બાદ સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની ભૂમિકા અંગે પણ સવાલો ઉભા થયા છે.જો આ વસાહતો ગેરકાયદેસર હતી તો વર્ષો સુધી ત્યાંથી પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વસૂલાત કેવી રીતે કરવામાં આવી? તેમજ અગાઉથી કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? જેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

રાજકીય પ્રભાવ કે નિયમોની અવગણના?

ડિમોલિશન (Surat Nasirnagar Demolition) પ્રક્રિયામાં બિલ્ડરોની સંભવિત ભૂમિકા, કાર પર જોવા મળેલી ‘MLA ગુજરાત’ પ્લેટ અને તંત્રની કામગીરીને લઈને અનેક અટકળો ચાલી રહી છે. જોકે આ તમામ મુદ્દાઓ અંગે સત્તાવાર તપાસ અથવા સ્પષ્ટતા સામે આવે તે પછી જ સમગ્ર ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ થઈ શકશે.હાલ નાસીરનગર ડિમોલિશનનો મામલો સુરત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તંત્ર તરફથી સ્પષ્ટ જવાબોની રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો:Surat Nasirnagar Demolition ‘ભૂતિયા ડિમોલિશન’ મામલે હંગામો

આ પણ વાંચો:સુરતના ભૂતિયા ડિમોલિશન મામલે સરકાર એક્શન મોડમાં

આ પણ વાંચો:સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા અયોગ્ય ડિમોલિશનને લઈને કોર્ટમાં અરજી