Manipur Violence 2026: મણિપુરમાં(Manipur) શાંતિના તમામ પ્રયાસો વચ્ચે ફરી એકવાર ભયાનક નરસંહારની ઘટના સામે આવતા રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. કાંગપોકપી જિલ્લાના લેઇલોન વૈફેઈ ગામમાંથી 28 દિવસથી ગુમ થયેલા 6 નાગા નાગરિકોના અત્યંત સડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. આ તમામ લોકો ગત 13 May ના રોજ અચાનક ગુમ થયા હતા. મણિપુર પોલીસ, CRPF અને આસામ રાઇફલ્સના 450 જવાનોની 15 ટીમોએ સતત સર્ચ ઓપરેશન ચલાવીને આ લાશો શોધી કાઢી છે.
મૃતદેહો ઓળખી ન શકાય તેટલી હદે સડી ગયા હોવાથી તેમની સાચી ઓળખ માટે ઇમ્ફાલની હોસ્પિટલમાં DNA ટેસ્ટ કરવામાં આવશે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ હોસ્પિટલ બહાર એકત્ર થયેલી ઉગ્ર ભીડ પર પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા, જ્યારે સેનાપતિ જિલ્લામાં રોષે ભરાયેલા ટોળાએ 2 ટ્રકોને આગ ચાંપી દીધી હતી.
Combing Ops to Disengage armed militants & Village Volunteers on 10 June 2026:
In view of recent developments, there were intelligent reports that armed persons were planning to attack isolated villages in hills. Accordingly, a joint operation was launched at Horei Kaphung hills… pic.twitter.com/mMAgMNv082
— Manipur Police (@manipur_police) June 10, 2026
13 May ની ઘટના અને બંધક બનાવવાની જોખમી રમત
વાસ્તવમાં આ આખો વિવાદ 13 May ના રોજ નોની અને કાંગપોકપી જિલ્લામાં ફાટી નીકળેલી હિંસા સાથે જોડાયેલો છે, જેમાં 3 પાદરીઓ સહિત 4 લોકોની હત્યા થઈ હતી. આ ઘટના બાદ નાગા અને કુકી સમુદાય વચ્ચે તણાવ વધ્યો અને બંને તરફથી કુલ 44 થી 48 લોકોને બંધક બનાવાયા હતા. મંગળવારે જ નાગાલેન્ડના (Manipur) સીએમ નેફિયુ રિયો અને મેઘાલયના સીએમ કોનરાડ સંગમાની મધ્યસ્થતાથી નાગા સંગઠનોએ શાંતિના પ્રતીક રૂપે પોતાના કબજામાં રહેલા 14 કુકી નાગરિકોને મુક્ત કર્યા હતા. પરંતુ તેના બીજા જ દિવસે આ 6 નાગા પુરુષોની નિર્મમ હત્યા કરાયેલા શવ મળતા નાગા કાઉન્સિલ ભારે આઘાતમાં છે.
#WATCH | Imphal, Manipur: The bodies of 6 Naga individuals from the Naga community, who were allegedly abducted by villagers on May 13, 2026, from Leilon Vaiphei village, have been recovered and brought to the Jawaharlal Nehru Institute of Medical Sciences morgue.
Liangmai Naga… pic.twitter.com/RiAEz05RYJ
— ANI (@ANI) June 10, 2026
UNC નું 24 કલાકનું બંધ અને તપાસ NIA ને સોંપાઈ(Manipur)
આ હત્યાકાંડના વિરોધમાં નાગા સમુદાયની સર્વોચ્ચ સંસ્થા ‘યુનાઇટેડ નાગા કાઉન્સિલ’ (UNC) એ નાગા પ્રભુત્વવાળા વિસ્તારોમાં 24 કલાકના બંધનું એલાન આપ્યું છે. સંગઠને કુકી બળવાખોર જૂથ KNF-P સાથે કનેક્શન હોવાની શંકાના આધારે ડેપ્યુટી સીએમ નેમચા કિપગેનને પદ પરથી હટાવવાની અને સરકારના તમામ ‘SoO કરાર’ રદ કરવાની માંગ કરી છે. મામલાની ગંભીરતા જોતા મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે આ ક્રૂર ઘટનાની આકરી નિંદા કરીને સમગ્ર કેસની તપાસ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ને સોંપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
આ પણ વાંચો:મણિપુરમાં હવે નાગા-કુકી સમુદાયો વચ્ચે લોહીયાળ જંગ, 3ના મોત અને ગામડાઓમાં આગચંપીથી ફફડાટ
આ પણ વાંચો:મણિપુરમાં ફરી હિંસાનો વિસ્ફોટ! ઉખરુલમાં 30 ઘરોને આગ ચાંપી, 5 દિવસ ઇન્ટરનેટ બંધ
આ પણ વાંચો:મણિપુરમાં 6 નાગા નાગરિકોની નિર્મમ હત્યાથી ભારે હોબાળો, નાગા સંગઠનો દ્વારા 24 કલાકના બંધનું એલાન
