Not Set/ પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે આ યુવા નેતાની વરણી,જાણો વિગત

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી હાર બાદ પાર્ટીએ રાજ્ય એકમમાં મોટો ફેરફાર કર્યો અને રાજા બ્રારને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા.

Top Stories India

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી હાર બાદ પાર્ટીએ રાજ્ય એકમમાં મોટો ફેરફાર કર્યો અને રાજા બ્રારને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ નવજોત સિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

 


રાજા બ્રાર યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. રાજા બ્રાર ઉપરાંત પાર્ટી હાઈકમાન્ડે પ્રતાપ સિંહ બાજવાને રાજ્યમાં વિપક્ષના નેતા બનાવ્યા છે. આ ઉપરાંત ભારત ભૂષણ આશુને પ્રદેશ કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં કોંગ્રેસની હાર થતાં હાઇકમાન્ડે તાબડતોબ મોટા નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે,હાલ પંજાબના યુવા રાજા બ્રારને અધ્યક્ષ બનાવીને પાર્ટીને ફરી મજબૂત બનાવવા માટે હાઇકમાન્ડે આ પગલું ભર્યું છએ.