બારાબંકીની દરિયાબાદ વિધાનસભાના છ વખત ધારાસભ્ય અને સમાજવાદી પાર્ટીની સરકારમાં મંત્રી રહેલા રાજા રાજીવ પ્રતાપ સિંહનું સોમવારે નિધન થયું છે. બે દિવસ પહેલા તેમને સારવાર માટે લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, રાજા રાજીવ પ્રતાપ સિંહની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. રાજા રાજીવ કુમાર સિંહનાં નિધનનાં સમાચારથી સપા અને તેના સમર્થકોમાં શોકની લહેર છે. તેમના સમર્થકો દરિયાબાદનાં હાડા સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે.
આ પણ વાંચો – ચેતવણી / બ્રિટન યુક્રેનમાં નાટોની મોટી સંખ્યામાં તૈનાતી કરવાનો વિચાર કરી રહી છે!રશિયાને પ્રતિબંધનો સામનો કરવો પડશે
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, પૂર્વ મંત્રી અને બારાબંકીનાં છ વખતનાં ધારાસભ્ય, સમાજવાદી પાર્ટીનાં નેતા રાજા રાજીવ કુમાર સિંહનું સોમવારે સવારે લખનઉમાં અવસાન થયું. બે દિવસ પહેલા તેમને હૃદયરોગનો હુમલો આવતા લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્રની ટિકિટ કપાયા બાદ જ તેમની તબિયત બગડી હોવાનું ચર્ચાય છે. મળતી માહિતી મુજબ, સપા નેતા રાજા રાજીવ કુમાર સિંહ બારાબંકીનાં દરિયાબાદ વિધાનસભા ક્ષેત્રથી તેમના પુત્ર રિતેશ સિંહ માટે ટિકિટ માંગી રહ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે સપાએ રાજા રાજીવ કુમાર સિંહનાં પુત્ર રિતેશ સિંહની ટિકિટ કાપી હતી. ટિકિટ કપાયા બાદ શનિવારે રાજા રાજીવ કુમારને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને મેદાન્તા પાસે લઈ જવામાં આવ્યા. રાજા રાજીવ કુમાર સિંહનાં નિધનથી તેમના સમર્થકોમાં શોકની લહેર છે.
આ પણ વાંચો – Technology / ચંદ્ર અને મંગળ પર લેન્ડ કરશે Toyota Lunar Cruiser, તેની ડિઝાઇન જોઈને તમે રહી જશો દંગ
જણાવી દઇએ કે, દરિયાબાદ વિધાનસભા સીટ બારાબંકી જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર છે. 65 વર્ષીય રાજીવ કુમાર સિંહ રાજ્યની અખિલેશ યાદવ સરકાર અને મુલાયમ સિંહ યાદવ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ બારાબંકીના દરિયાબાદથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જો કે, 2017ની મોદી લહેરમાં તેઓ ભાજપનાં યુવા ઉમેદવાર સતીશ ચંદ શર્મા સામે ચૂંટણી હારી ગયા હતા. આ વખતે તેઓ આ દરિયાબાદ સીટ પર તેમના પુત્ર રિતેશ સિંહ ઉર્ફે રિંકુ માટે ટિકિટ માંગી રહ્યા હતા. પરંતુ પાર્ટીએ અરવિંદ સિંહ ગોપને દરિયાબાદથી ઉમેદવાર જાહેર કર્યા.
