Not Set/ દુષ્કર્મ કરવા માંગતા પિતાને દિકરીએ કુલ્હાડીથી આપી મોતની સજા

દેશમાં દુષ્કર્મને લઇને કિસ્સાઓમાં દિન પ્રતિ દિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ કિસ્સામાં વધારો કરતી એક ઘટના ઉત્તરાખંડનાં ઉત્તરકાશી જિલ્લાનાં બડકોટા વિસ્તારથી સામે આવી રહી છે. અહી સ્થાનિકોનું કહેવા મુજબ, દુષ્કર્મ કરવા માગતા શખ્સની પીડિતાએ જ હત્યા કરી દીધી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે દુષ્કર્મ કરનાર શખ્સ સંબંધમાં પીડિતનાં પિતા […]

India

દેશમાં દુષ્કર્મને લઇને કિસ્સાઓમાં દિન પ્રતિ દિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ કિસ્સામાં વધારો કરતી એક ઘટના ઉત્તરાખંડનાં ઉત્તરકાશી જિલ્લાનાં બડકોટા વિસ્તારથી સામે આવી રહી છે. અહી સ્થાનિકોનું કહેવા મુજબ, દુષ્કર્મ કરવા માગતા શખ્સની પીડિતાએ જ હત્યા કરી દીધી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે દુષ્કર્મ કરનાર શખ્સ સંબંધમાં પીડિતનાં પિતા છે. આ ઘટના સોમવારે રાત્રી દરમિયાન બની હતી. સ્થાનિક લોકોની માનીએ તો મહિલા પર દુષ્કર્મ કરવા માગતા પીડિતાનાં પિતાને તેણે પોતાની લાજ બચાવવાનાં ઇરાદે કુલ્હાડીનાં ઘા કરી હત્યા કરી છે. પોલીસને ઘટનાની જાણ થતા મંગળવારે સવારે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

 હત્યાની આરોપી મહિલાનાં લગ્ન થઇ ગયા છે અને તે પોતાના પિતાનાં ઘરે એક કાર્યક્રમમાં ભાગ લેવા આવી હતી. જ્યા તેણે તેના 51 વર્ષિય પિતાની હત્યા કરી દીધી. એક જાણીતા ન્યૂઝ પેપર મુજબ નામ ન છાપવાની શરત પર એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યુ કે, ઘટના સમયની રાત્રીએ દિકરી કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ઘરે આવી અને એક રૂમમાં સૂઇ રહી હતી. થોડો સમય બાદ તેના પિતા તેના રૂમમાં આવ્યા અને તેને થપથપાવી. તે હેરાન થઇ ગઇ અને તેમના આ વ્યવહારનો વિરોધ કરવા લાગી. ત્યારબાદ તેના પિતાએ તેની સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો. તે વ્યક્તિએ તે પણ કહ્યુ કે, ઘરમાં બંન્ને એકલા હતા અને પરિવારનાં અન્ય સભ્યો કાર્યક્રમમાં ગયા હતા.

શખ્સે આગળ જણાવ્યુ કે, પિતાનાં આ વ્યવહાર પર વિરોધ કરતા દિરકીએ ઘરમાં રાખેલી એક કુલ્હાડી ઉઠાવી લીધી અને તેના પર ઘણીવાર હુમલો કર્યો, જેથી તેની મોત થઇ ગઇ હતી. થોડો સમય બાદ પરિવારનાં અન્ય સભ્યો આવ્યા તો તેમણે તેને લોહીથી રંગાયેલી જોઇ અને તેને આ કરવા પાછળનું કારણ પૂછ્યુ. ત્યારબાદ તેણે તેની સાથે બનેલી ઘટના પરિવારનાં સભ્યો સમક્ષ કહી. સમગ્ર મામલે પોલીસનું કહેવુ છે કે, અમને જાણવા મળ્યુ છે કે તે બંન્ને વચ્ચે કોઇ વાતને લઇને ચર્ચા થઇ, જે દરમિયાન મહિલાએ ઘરમાં રહેલી કુલ્હાડીથી તેના પિતા પર હુમલો કરી દીધો હતો અને તેની હત્યા કરી દીધી. જે બાદ મંગળવારે સવારે તેની મોત થઇ ગઇ. પોલીસનું કહેવુ છે કે આ મામલે હવે અમે તપાસ હાથ ધરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.