Mahesana News : ગુજરાતમાં ઘણી જગ્યાએ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરના ત્રાસનો ભોગ બનેલા એક બનાવમાં મહેસાણામાં અવારનવાર રખડતાં ઢોરોનો ત્રાસ જોવા મળતો હોય છે. અનેકવાર રખડતા ઢોરના કારણે અકસ્માત પણ બનતા હોય છે, ત્યારે ગઈકાલે શહેરમાં ઘર આંગણે રમતા કિશોરને રખડતા ઢોરે શીંગડે ભેરવી ઉછાળ્યો હતો. જેથી બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનામાં હાજર લોકોએ કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યારે આ સમગ્ર ઘટના પોળમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. ઘટનાની જાણ માતાને થતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. મહેસાણા શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે દિવસે તો ઠીક પણ રાત્રે રખડતાં ઢોર લોકોને અડચણ રૂપ બની રહ્યાં છે. ગઈકાલે 9.30 કલાક આસપાસના સમયગાળા દરમિયાન શહેરમાં આવેલા પીલાજી ગજ વિસ્તારમાં વંશ આર્યબંધુ નામનો કિશોર ઘરઆંગણે રમતો હતો. એ દરમિયાન ત્યાં એક રખડતી ગાય આવી હતી અને કિશોરને પાછળથી ભેટું મારી ઉછાળ્યો હતો.ગાયનું ભેટું વાગતા કિશોર માત્ર ગણતરીની સેંકડોમાં ઊછળી રોડની સાઈડમાં પટકાયો હતો અને બેભાન થઈ ગયો હતો.

એ જોઈ આગળ જતાં લોકો દોડી આવ્યા હતા અને કિશોરની માતાને બૂમો પાડી નીચે બોલાવી હતી. સ્થાનિકો દ્વારા બેભાન થયેલા કિશોરને ઊંચકી ગાડીમાં રાખી સારવાર માટે હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં કિશોરને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાયો વેપારી, સોનાના ઘરેણાં સહિત 5 લાખની લૂંટ
આ પણ વાંચો: હનીટ્રેપમા કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈને લૂંટનો મદ્દામાલ કબજે કર્યો
આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક યુવાન હનીટ્રેપની જાળમાં, વીડિયો બનાવી 7 કરોડ રૂ. પડાયા હોવાની ચર્ચા
