Monkeypox case/ કેરળ બાદ હવે દિલ્હીમાં પણ મંકીપોક્સની એન્ટ્રી,પહેલો કેસ મળી આવ્યો,વિદેશ પ્રવાસની કોઇ હિસ્ટ્રી નથી

દેશની રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો છે. આ દર્દીનો કોઈ વિદેશ પ્રવાસનો ઇતિહાસ નથી. અગાઉ કેરળમાં મંકીપોક્સના ત્રણ દર્દીઓ મળી આવ્યા છે.

Top Stories India

દેશની રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો છે. આ દર્દીનો કોઈ વિદેશ પ્રવાસનો ઇતિહાસ નથી. અગાઉ કેરળમાં મંકીપોક્સના ત્રણ દર્દીઓ મળી આવ્યા છે. આ ત્રણેય દર્દીઓ યુએઈથી પરત ફર્યા હતા અને ત્યાં તેઓ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.દિલ્હીમાં નવા દર્દી મળી આવતા મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં દાખલ છે. 31 વર્ષીય વ્યક્તિમાં ચેપની પુષ્ટિ કરતા, આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેનો કોઈ પ્રવાસ ઇતિહાસ નથી. એટલે કે, અત્યાર સુધી મળી આવેલા ચાર દર્દીઓમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે, જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ દર્દીને ખૂબ તાવ અને ચામડીના જખમ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અગાઉ 14 જુલાઈએ કેરળમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો હતો. મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે પોતે કરી હતી. તે યુએઈથી પરત ફર્યો હતો. મંકીપોક્સના લક્ષણો દેખાતા તેમને કેરળની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ કેસના ચાર દિવસ પછી એટલે કે 18મી જુલાઈએ કેરળમાં બીજા કેસની પુષ્ટિ થઈ. આ વ્યક્તિ પણ દુબઈથી પરત ફર્યો હતો. આ પછી, 22 જુલાઈએ ત્રીજા કેસની પુષ્ટિ થઈ. ત્રણેય કેસમાં યુએઈ કનેક્શન હોવાનું બહાર આવ્યું હતું. આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.