Gandhinagar News/ ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy Rain)નોંધાઈ શકે છે

Gujarat Gandhinagar Top Stories
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતા આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે

Gandhinagar News : ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતા આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ (Low Pressure System)સાથે ત્રણ ટ્રફ સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ (Ahmedabad)શહેરમાં પણ આગામી કલાકોમાં થન્ડરસ્ટોર્મ, (Thunderstorm)વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 48 કલાક સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્રને પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ પર નજર રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવત, અનેક જિલ્લામાં અતિભારે વરસાદ; રેડ એલર્ટ વચ્ચે રાહત-બચાવ કામગીરી તેજ

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદનું રેડ એલર્ટ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વિશેષ નજર

આ પણ વાંચો : અમરેલી જિલ્લામાં આકાશી આફત: ભારે વરસાદને પગલે પાંચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર, કલેક્ટરે લીધો મોટો નિર્ણય