Chandranath Rath Murder Case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસાએ હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તર 24 પરગણાના મધ્યમગ્રામમાં ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશ (PA) ચંદ્રનાથ રથની મોડી રાત્રે ફિલ્મી ઢબે હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને જે રીતે અંજામ આપવામાં આવ્યો છે, તે જોતા પોલીસ તેને સુનિયોજિત ‘ટાર્ગેટ કિલિંગ’ માની રહી છે.
Madhyamgram, West Bengal: Visuals show the crime scene where Chandranath Rath, Personal Assistant (PA) to the Leader of Opposition in the West Bengal Assembly, Suvendu Adhikari was murdered, including the vehicle used to block his car being seized and removed by crane pic.twitter.com/nZcpx5Yevh
— IANS (@ians_india) May 7, 2026
મોડી રાતનો ઘટનાક્રમ: કેવી રીતે ઘડાયો હત્યાનો પ્લાન?
ચંદ્રનાથ રથ (Chandranath Rath) પોતાની સ્કોર્પિયો કારમાં જઈ રહ્યા હતા ત્યારે મધ્યગ્રામના દોહરિયા વિસ્તારમાં આ હુમલો થયો હતો:
એક ફોર-વ્હીલર અને નંબર પ્લેટ વગરની બાઇક લાંબા સમયથી તેમની કારનો પીછો કરી રહી હતી. કારે ચંદ્રનાથની ગાડીને ઓવરટેક કરીને સ્પીડ ધીમી કરવા મજબૂર કરી હતી.
કાર ધીમી પડતા જ બાઇક સવાર હુમલાખોરોએ નજીક આવીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. કુલ 10 રાઉન્ડ ફાયરિંગ થયું, જેમાંથી 5 ગોળીઓ ચંદ્રનાથની છાતીમાં વાગી હતી. આ હુમલામાં તેમનો ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેની સારવાર SSKM હોસ્પિટલમાં ચાલી રહી છે.
તપાસમાં ચોંકાવનારા ખુલાસા: ગ્લોક પિસ્તોલનો ઉપયોગ?
ઘટનાસ્થળેથી મળી આવેલા પુરાવાઓ આ ગુનાની ગંભીરતા દર્શાવે છે:
પોલીસને આશંકા છે કે હત્યામાં ઓસ્ટ્રિયામાં બનેલી અત્યાધુનિક ‘ગ્લોક પિસ્તોલ’ (Glock Pistol) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, ફોરેન્સિક રિપોર્ટ બાદ જ આ અંગે સત્તાવાર પુષ્ટિ થશે.
પશ્ચિમ બંગાળના DGP સિદ્ધાર્થ નાથ ગુપ્તાએ (Chandranath Rath) જણાવ્યું કે હુમલામાં વપરાયેલી એક શંકાસ્પદ ગાડી જપ્ત કરવામાં આવી છે, જેની નંબર પ્લેટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. તેમાંથી જીવતી ગોળીઓ અને ખાલી કારતૂસ મળી આવ્યા છે.
Madhyamgram, West Bengal: Police have seized the vehicle used in the incident where Chandranath Rath, Personal Assistant (PA) to the Leader of Opposition in the West Bengal Assembly, Suvendu Adhikari was killed and are taking it for further investigation from the crime spot pic.twitter.com/onqxMoqq6S
— IANS (@ians_india) May 7, 2026
રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ? (Chandranath Rath)
ભાજપના નેતાઓનો આરોપ છે કે આ માત્ર હત્યા નથી પરંતુ એક રાજકીય સંદેશ છે. ચંદ્રનાથ રથ (Chandranath Rath) શુભેન્દુ અધિકારીના અત્યંત વિશ્વાસુ હતા અને ભવાનીપુર જેવી હાઈ-પ્રોફાઈલ ચૂંટણીઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ભાજપ નેતા સુકાંત મજુમદાર અને કિયા ઘોષે દાવો કર્યો છે કે ચંદ્રનાથને તેમની રાજકીય સક્રિયતાને કારણે જ નિશાન બનાવવામાં આવ્યા છે.
હાલમાં પોલીસ જેસોર રોડ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસી રહી છે. આ ઘટનાએ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

